________________
સલ્લેખના-સહાય-ઉપદેશાદિ
૩૫૫ હવે ધીરજ ધારી, કલેશ રહિત થઈ વેદના ભગવશે તે પૂર્વ કર્મની નિર્જરા થશે અને નવાં કર્મ બંધાશે નહીં.
તમે જિનધર્મ ધારણ કરનાર, ધર્માત્મા કહેવાઓ છે. ત્યાગી અને શ્રદ્ધાવાળાઓમાં શ્રેષ્ઠ ગણાઓ છે. બધા તમને જ્ઞાનવાળા સમજે છે. ધર્મ આરાધનારાઓમાં તમે પ્રખ્યાત છે. વ્રત, સંયમની યથાશક્તિ પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે. તે હવે ત્યાગ, સંયમમાં શિથિલપણું દેખાડશે તે તમારે યશ અને પરલેક તે બગડશે જ. અને અન્ય ધર્માત્માની અને ધર્મની ભારે નિંદા થશે. તેમ ઘણું ભેળા ધર્મના માર્ગમાં શિથિલ થઈ જશે.
જેવી રીતે કુળવંત, માનવંત સુભટ લેકેની વચમાં ભુજા ખખડાવી ખડે થયો, પણ શત્રુ સન્મુખ આવતાં જ ભય પામી ભાગી જાય, તે પછી ત્યાં નાના નેકરો કેવી રીતે ટકી રહે? પછી તે બે દિવસ જીવે તે પણ તેને જીવવાને ધિક્કારવા યોગ્ય છે. તેવી રીતે તમે ત્યાગ, વ્રત, સંયમની પ્રતિજ્ઞા ગ્રહણ કરીને હવે શિથિલ થશે તે નિંદાને પાત્ર થશે. અશુભ કર્મ પણ નહીં છોડે અને ભવિષ્યમાં ઘણું દુખ દે તેવાં કર્મને દ્રઢ બંધ એ કરશે કે જે અસંખ્યાત કાળપર્યંત તીવ્ર રસ દેશે.
તમે પહેલાં એમ માનતા કે હું જિદ્રને ભક્ત, જૈન છું. ભગવાનની આજ્ઞાને પાળનાર છું. જિનેંદ્રનાં કહેલાં વ્રત, શીલ, સંયમ ધારણ કરું છું. જે શ્રદ્ધા, જ્ઞાન, આચરણ અનંત ભવમાં દુર્લભ છે તે વીતરાગ ગુરુની કૃપાથી હું પામ્યો છું. એ નિર્ણય કર્યા છતાં હવે કંઈક