________________
સમાધિ-સાપાન
સાધી, ધર્માત્મા પણ સ્વપરના ધર્મને પોષવા ઈચ્છતા, ધર્મની પ્રભાવનાની વાંછા રાખતા ધર્મોપદેશ આક્રિરૂપ વૈયાવૃત્ત્વમાં આળસ ન કરે. ત્યાગ, વ્રત, સંયમ, શુભ ધ્યાન અને શુભ ભાવનામાં જ આરાધક સાધીને લીન કરે.
૩૫૪
કોઈ આરાધક સમજી હોવા છતાં પણ કર્મના તીવ્ર ઉદય વખતે તીવ્ર રાગાદિક, ભૂખ, તરસ આદિક પરિષહ સહન કરવાને અસમર્થ હેાવાથી તેની પ્રતિજ્ઞાથી ચળી જાય, અયેાગ્ય વચન પણ કહેવા લાગે, રાવારૂપ, વિલાપરૂપ આર્ત્ત પરિણામ કરે તો સાધી તેના તિરસ્કાર ન કરે, કડવાં વચન ન કહે, કઠોર વચન ન લે. વેદના વડે દુઃખી થયેલા છે અને તિરસ્કાર કે અવજ્ઞાનાં વચન સાંભળે તે માનસિક દુઃખથી દુર્ધ્યાન કરી ધર્મથી ચળી જાય, વિપરીત આચરણ કરે કે આપઘાત કરે, તેથી આરાધકના તિરસ્કાર કરવા ચેાગ્ય નથી.
ઉપદેશ આપનાર ઘણી ધીરજ રાખીને આરાધકને સ્નેહ ભર્યાં, મીઠાં, હૃદયમાં પ્રવેશ કરી જાય, સાંભળતાં જ સર્વ દુઃખ ભુલાઈ જાય તેવાં કરુણા રસ ને ઉપકાર બુદ્ધિથી ભરેલાં વચન કહે :—
હે ધર્મના ઈચ્છક ! અત્યારે સાવધાન થાઓ. કાયરતા તજીને શૂરવીરપણું ધારણ કરે. કાયર થવાથી, દીન થવાથી અશાતા કર્મ છેડશે નહીં. કોઇ દુઃખ લેવાને સમર્થ નથી. અશાતા કર્મને દૂર કરી, શાતા કર્મ આપવા ઇંદ્ર, ધરણેન્દ્ર, જિવેંદ્ર કે અહર્ભિદ્ર કોઈ સમર્થ નથી. આ લેાક પરલોક બન્નેને બગાડનાર કાયરતા ધર્મથી વિમુખ રાખે છે. માટે