________________
૩૫૭
સલ્લેખના-સહાય-ઉપદેશાદિ કરવાથી જ કર્મ ઉપર વિજય મળશે. કાયર થઈ જઈને રેશે, તરફડાટ કરશે તે કર્મ તમને મારીને તિર્યંચ આદિ કુગતિમાં લઈ જશે, ત્યાં અનેક દુખે પામશે. જેમ કુળના, સાધમઓના, અને ધર્મને યશની વૃદ્ધિ થાય અને તમે દુઃખને પાત્ર ન થાઓ તેમ પ્રવર્તન કરે. જેવી રીતે શૂરવીર ક્ષત્રિય કુળમાં ઊપજ્યા હોય તે યુદ્ધમાં શસ્ત્રો વડે અત્યંત સંતાપ પામ્યા છતાં સામે મેઢે મરણ કરે છે. પણ શું શત્રુ તરફ પૂઠ ફેરવી રણથી પરામુખ થાય છે? તેવી રીતે પરમ વીતરાગીઓનું શરણું ગ્રહણ કરનાર પુરુષ અશુભ કર્મને અતિ પ્રહારથી દેહ ત્યાગ કરે છે, પણ દીન કે કાયર થઈ જતું નથી.
કેઈ જિનલિંગધારી ઉત્તમ પુરુષને દુષ્ટ વેરીઓએ ચારે તરફ અગ્નિ લગાડી બાળી નાખ્યા છે. તે વચનઅગોચર ઘેર વેદના ભેગવતાં, અગ્નિથી ચારે તરફ દાઝતાં છતાં પિતાનું દેવું પડી જાય છે એમ જાણી, પંચ પરમ ગુરુના શરણ સહિત ધીરજ ધારણ કરીને બળી ગયા, પણ કાયર થઈ ગયા નથી; એ આત્મજ્ઞાનને પ્રભાવ છે !
આ દેહથી ભિન્ન, અવિનાશી, અખંડ, જે જ્ઞાન સ્વભાવને અનુભવ કર્યો છે, તે અનુભવનું ફળ અકંપપણું, નિર્ભયપણું જ છે. મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની પણ પરલોકના સુખને માટે ધીરજ ધારણ કરે છે, વેદના વખતે કાયર થતા નથી; તે સંસારનાં સમસ્ત દુઃખને નાશ કરવાને ઈચ્છનાર, જિન ધર્મને ધારણ કરનાર તમે કાયર થઈને આત્મકલ્યાણને બગાડીને, ઉજજવળ યશને મલિન કરીને દુર્ગતિને પાત્ર કેમ થાઓ છે ? હવે સાવધાન થાઓ.