________________
સમાધિ-સાપાન
૩૫૮
ધર્મનું શરણુ ગ્રહણ કરીને કર્મથી ઊપજેલી વેદના ઉપર વિજય મેળવે. આવેા અવસર અનંત ભવામાં પણ મળ્યા નથી. કાંઠે આવેલું વહાણુ પ્રમાદી રહેશે તે ડૂબી જશે. આવા ભવમાં, જે જ્ઞાનના અભ્યાસ કર્યાં, શ્રદ્ધાની ઉજ્વલતા કરી, તપ, ત્યાગ નિયમ ધારણ કર્યાં, તે બધાં આ અવસરને માટે ધારણ કર્યાં હતાં. હવે અવસર આવ્યે શિથિલ થઈ ભ્રષ્ટ થશે, તે ભ્રષ્ટ થઈને સમતા છોડ્યા છતાં રાગ તથા વેદના તેમજ મરણ તેા ટળનાર નથી. પેાતાના આત્માને માત્ર દુર્ગતિરૂપ અજ્ઞાનમય કાઢવના ખાડામાં ડુબાવશે.
મરકી, રાગ, દુષ્કાળના પ્રસંગ આવી પડે કે ભયાનક વનમાં ભૂલા પડાય, ટાળી શકાય નહીં તેવા અચૂક ભય આવી પડે કે તીવ્ર રોગ, વેદના ઉત્પન્ન થાય તે વખતે ઉત્તમ કુળમાં ઊપજેલા પૂજ્ય પુરુષો મરણુ સ્વીકારે, પણ નીચ પુરુષાની પેઠે નિંદવા લાયક આચરણુ કદાપિ આચરે નહીં. મરકીના ડરથી મદિરા પીવે નહીં. દુષ્કાળમાં કંઇ ખાવાનું ન મળે તે પણ માંસભક્ષણ ન કરે, ડુંગળી આદિ અભક્ષ્ય ન ખાય; નીચ ચંડાળ આદિની એંડ ન ખાય. ભય આવી પડે તેાપણુ મ્લેચ્છ કે ભીલ ન થઈ જાય. કુકર્મ, હિંસા આદિ ન કરે. તેવી રીતે રોગ આદિનો અત્યંત ત્રાસ ઊપજે, તેપણ શ્રાવકધર્મ ધારણ કરનાર જૈનધર્મી, કદાપિ પેાતાના ભાવ વિકારવાળા થવા ન દે. ધર્મની, ત્યાગની, વ્રતની, સાધર્મીઓની પ્રભાવના, પ્રશંસા થાય એ પ્રકારની ઇચ્છા રાખી, અંતકાળમાં પોતાની શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રની ઉજ્જવળતા જ પ્રગટ કરે છે. તે પુરુષના જન્મ સફળ થાય છે; વ્રત, તપ, ધર્મ સફળ થાય છે; જગતમાં પ્રશંસા પામે