________________
૩પ૦
સલેખન-સહાય-ઉપદેશાદિ છે; મરણ થયે ઉત્તમ દેવલેકમાં ઊપજે છે; મનુષ્ય થાય તે ઉત્તમ પદવી પામે છે; ઘેર વેદના, આફત આવતાં પણ મેરુ પર્વતની પેઠે અચળ રહે છે, અને સમુદ્ર જે ગંભીર રહે છે.
હે ધર્મના આરાધક ! ઘણી ઘર વેદના આવે તે પણ તમે આકુળ વ્યાકુળ ન થાઓ. આ કાયાથી ભિન્ન, પિતાના જ્ઞાયક સ્વભાવને અનુભવ કરે. વેદનાને ઉદય તીવ્ર હોય ત્યારે પૂર્વે થઈ ગયેલા, વેદનાને જીતનારા ઉત્તમ પુરુષનું ધ્યાન કરે કે અહો આત્મન ! પૂર્વના સાધુ પુરૂષો સિંહ, વાઘ આદિ દુષ્ટ પ્રાણીઓની દાઢમાં ચવાયા છતાં આરાધનામાં તલ્લીન રહ્યા હતા. તેને તે શી વેદના છે?
અતિ કેમળ અંગના ધારક અને તત્કાળ દિક્ષા લીધેલા એવા સુકુમાલ સ્વામીને શિયાળ પિતાનાં બે બચ્ચાં સહિત ત્રણ રાતે અને ત્રણ દિવસ સુધી પગથી ખાતી ખાતી પેટ સુધી પહોંચી અને પેટ ફાડયું ત્યારે મરણ થયું. આવા ઘર ઉપસર્ગને સહન કરીને પરમ ધીરજ ધારણ કરીને તેમણે ઉત્તમ અર્થ સાથે.
સુકોશલ સ્વામીને, માતાને જીવ જે વાઘણ થયું હતું તેણે, ફાડી ખાધા, તે પણ ઉત્તમ આત્માર્થથી ડગ્યા નહીં.
સનકુમાર નામના મહા મુનિને ખાજ, જવર, ખાંસી, શેષ, તીવ્ર ભૂખની વેદના તથા ઊલટી, નેત્રશૂળ, ઉદરશૂળ આદિ અનેક રેગ ઊપજ્યા હતા, તેની ઘેર વેદના સે વર્ષ સુધી સમતાભાવે ભેગવી પણ ધીરજ તજી કાયર થયા નહીં.
રાણિકપુત્ર ગંગા નદીમાં નાવમાં ડૂબી ગયે, પરંતુ આરાધના તજી નહીં.