________________
૩૬૦
સમાધિ-સે પાન ભદ્રબાહુ નામના મુનિને તીવ્ર ભૂખને રેગ ઊપજ્યો હતે, તે પણ ઊણેદરી નામના તપની પ્રતિજ્ઞા કરી આરાધનાથી ડગ્યા નહીં.
લલિતઘંટા નામે પ્રસિદ્ધ બત્રીસ મુનિઓ કૌશાંબીમાં નદીના પ્રવાહમાં તણાઈ ગયા, તે પણ આરાધના–મરણ કર્યું.
ચંપાનગરીની બહાર ગંગાને કિનારે ધર્મષ નામના મુનિએ એક માસના ઉપવાસની પ્રતિજ્ઞા કરી, તીવ્ર તરસની વેદનાથી પ્રાણ તજ્યા, પણ આરાધનાથી ડગ્યા નહીં.
પૂર્વજન્મના વેરી દેવે પિતાની વિક્રિયાથી ટાઢની ઘર વેદન ઉત્પન્ન કરી તેપણ શ્રીદત્ત નામના મુનિ ક્લેશરહિત રહ્યા અને ઉત્તમાર્થ સાધ્યું.
વૃષભસેન નામના મુનિએ તપેલી શિલા ઉપર ગરમ લૂ જેવા પવનમાં, સૂર્યના સખત તડકામાં આરાધનાને ધારણ કરી.
હેડનગરમાં અગ્નિ નામના રાજપુત્રને કચ નામના શત્રુએ શક્તિ નામનું આયુધ માર્યું, ત્યારે પણ તેમણે આરાધના ધારણ કરી હતી.
કાકંદી નામની નગરીમાં અભયશેષ નામના મુનિનાં સર્વ અંગેને ચંડવેગ નામના વેરીએ છેલ્લાં હતાં. તે વખતની ઘેર વેદનામાં પણ તેમણે ઉત્તમાર્થ સાધ્યું.
વિદ્યચ્ચર નામના ચારને ડાંસ મચ્છર કરડતા હતા તે પણ સંલેશ પરિણામ રહિત મરણ કરીને તેણે નિજ ઉત્તમાર્થને સાધ્ય કર્યો.