________________
૩૬૧
સલેખના-સહાય-ઉપદેશાદ
ચિલાતપુત્ર નામના મુનિને પૂર્વના વેરીએ શસ્ત્રો વડે ઘા માર્યા, તે ઘામાં મેટો કીડા પડ્યા અને ચાળણું જેવાં કાણાં કાણું બધું કરી દીધાં તેપણ સમભાવથી ભારે વેદના સહન કરીને તેમણે પરમાર્થપ્રાપ્તિ સાધી.
દંડ નામના મુનિને યમુનાવક નામના પૂર્વના વેરીએ બાણ વડે વીંધી નાખ્યા તેની ઘર વેદના હોવા છતાં સમભાવથી આરાધના–મરણ પ્રાપ્ત કર્યું.
કુંભકારકટ નામના નગરમાં અભિનંદન આદિ પાંચ મુનિએ ઘાણીમાં પિલાયા છતાં સમભાવથી ડગ્યા નહીં.
ચાણિક્ય નામના મુનિને ગાયને રહેવાના ઘરમાં સુબંધ નામના શત્રુએ અગ્નિ લગાડી બાળી નાખ્યા; પરંતુ પ્રાપગમન સંન્યાસથી (સંથારાથી) તે ચળ્યા નહીં.
કુલાલ નામના ગામની બહાર વૃષભસેન નામના મુનિને સંઘસહિત રિછામ નામના વેરીએ અગ્નિ લગાડી બાળી મૂક્યા, છતાં તે પરમ વીતરાગતાથી આરાધનાને પ્રાપ્ત થયા.
હે આરાધના આરાધનાર ! હૃદયમાં ચિંતવન કરે, આટલા બધા મુનિઓએ એક્લા, સહાય વગર, ઉપાયઇલાજ રહિત, વૈયાવૃત્ય (સેવાચાકરી) રહિત છતાં પરમ ધીરજ ધારણ કરી, કાયરતા રહિત સમભાવથી ઘર ઉપસર્ગમાં આરાધના સાધી. અહીં તમારે શું ઉપસર્ગ છે? સમસ્ત સાધમીજને વૈયાવૃત્યમાં તત્પર છે, તે પણ તમે ફ્લેશિત થઈ રહ્યા છે. આ મેટા પુરુષ થઈ ગયા તેમને કોઈ મદદ કરનાર નહેતું, કઈ સેવાચાકરી કરનાર નહોતું, એકલા