________________
૩૬૨
સમાધિ-સે પાન હતા, તેમના ઉપર દુષ્ટ વેરીઓએ ઘેર ઉપસર્ગ કર્યા, અગ્નિમાં બાળ્યા, પર્વત ઉપરથી ફેંકી દીધા, શસ્ત્રોથી ઘા કર્યા, તથા તિર્યએ ફાડી ખાધા, જળમાં ડુબાડ્યા, કુવચનથી ઘર ઉપદ્રવ કર્યા તે પણ તેમણે સમતાભાવ તળે નહીં. તમને ઉપસર્ગ નડ્યો નથી, અને ધર્મને ધારણ કરનાર, દયાળુ, ધીરજવાળા, પરમ હિતેપદેશમાં ઉદ્યમી, સર્વ પ્રકારની વૈયાવૃજ્યમાં ઉદ્યમી, સર્વ સહાય કરનાર હાજર છે, તે અત્યારે કંઈ આકુળતાનું કારણ નથી. ટાઢ, તાપ, પવન, વરસાદ વગેરેને ઉપદ્રવ નથી. આ વખતમાં પણ શિથિલ કેમ થયા છો? રોગથી ઉત્પન્ન થયેલી, અશક્તિથી જણાતી ભૂખ-તરસ વગેરેની વેદનામાં પરિણામ–ભાવ ન રાખે; સાધમજનના મુખથી કહેવાતાં જિનેંદ્રનાં વચનરૂપ અમૃતનું પાન કરો. તેથી સઘળી વેદનારૂપ વિષને અભાવ થઈ પરિણામ ઉજજ્વળ થશે, પરમ ધર્મ પ્રત્યે ઉત્સાહ ઊપજશે, પાપની નિર્જરા થશે, કાયરતા દૂર થશે. | વેદનાના વખતે, ચારે ગતિમાં જે દુઃખ ભેગવ્યાં છે, તેનું ચિંતવન કરો. આ સંસારમાં પરિભ્રમણ કરતા જીવે શાં શાં દુઃખ નથી ભેગવ્યાં? અનેક વાર ભૂખનાં દુઃખથી, તરસની વેદનાથી મરણ કયાં છે, અનેક વાર અગ્નિમાં બળી મર્યો છે, અનેક વાર જળમાં ડૂબી મર્યો છે, ઝેર ખાઈને મર્યો છે, અનેક વાર સિંહ, સાપ, કૂતરાં આદિને કરડવાથી મર્યો છે, શિખર ઉપરથી પડીને મર્યો છે, શસ્ત્રોના ઘાથી મર્યો છે અત્યારે શું દુઃખ છે? - જે દુખ નરક તિર્યંચમાં લાંબા કાળ સુધી જીવે ભગવ્યાં છે, તે જ્ઞાની ભગવાન જ જાણે છે. અહીં અત્યારે