________________
સહલેખના-સહાય-ઉપદેશાદિ
૩૬૩ કંઈક વેદના બહુ અ૫ કાળની આવી છે, માટે ધીરજ ન છેડે. જે ઘેર વેદના કર્મને આધીન થઈને ચારે ગતિમાં ભેગવી છે, તેનું વર્ણન કરે છે વડે કરતાં અસંખ્યાત કાળ સુધીમાં પણ પૂરું થાય એમ નથી.
નરકમાં જે દુઃખની સામગ્રી છે, તે જાતની કઈ વસ્તુ અહીં નથી. તેથી તેને કઈ ઉપમા આપી દેખાડી શકાય? ભગવાન જ્ઞાની જ જાણે છે. પાંચમી નરક સુધીનાં ઉષ્ણ બિલેમાં એટલી બધી ગરમી હોય છે કે મેરુપર્વત જેવડો લેઢાને ગળે પડતું મૂકીએ તે નરકની જમીન પર પહોંચતાં જ ઓગળીને પાણીની પેઠે વહી જાય. અહીં તમને રોગને લીધે કેટલીક ગરમી જણાય છે? પાંચમી નરકને ત્રીજો ભાગ અને છઠ્ઠી, સાતમી નરકપૃથ્વીનાં બિલમાં એટલી બધી ટાઢ છે કે સુમેરુ પર્વત જેટલા લેઢાના ગેળાના ત્યાંની ટાઢથી બંડખંડ કટકે કટકા થઈ જાય છે, આવી વેદના આ જીવે ઘણા લાંબા કાળ સુધી ભોગવી છે. અહીં મનુષ્યભવમાં ટાઢિયા તાવ આદિથી ઊપજેલી ઠંડી કે શિયાળાની ટાઢ કેટલીક હોય છે? જવર આદિ રોગથી ઊપજેલી કે તરસથી ઊપજેલી કે ઉનાળાની ગરમીની વેદના અહીં કેટલીક હોય છે? આ ટાઢ કે તાપની વેદના તે અ૫ કાળની છે, તે ધર્મને ધારક અને મમત્વ તજનારે સમભાવથી શું ન ભેગવવી જોઈએ? આ અવસર સમભાવથી પરિષહ સહન કરવાનું છે. ક્લેશ પામશે તેપણ કર્મને ઉદય છેડે એમ નથી; ગમે ત્યાં ભગવાશે. આપઘાતાદિકથી મરશે તે નરકમાં અનંતગણું, અસંખ્યાતકાળ સુધીની વેદના ભેગવવી પડશે.