________________
3१४
સમાધિ-સે પાન પાપના ઉદયથી નારકીઓને સ્વાભાવિક જ શરીરમાં કરડે રેગ સદાય હોય છે. નરકની ભૂમિને સ્પર્શ જ કરે વીંછીઓના ડંખથી અધિક વેદના ઉપજાવનાર છે. નારકીને ભૂખની વેદના એટલી બધી છે કે, આખી પૃથ્વીનાં અન્નાદિ ભક્ષણ કર્યાથી પણ શમે નહીં. છતાં એક કણ પણ ખાવાને મળતું નથી. તરસની વેદના એવી છે કે બધા સમુદ્રનું પાણી પીધાથી પણ છીપે નહીં. પણ એક ટીપું પણ પીવાને મળતું નથી. નરક પૃથ્વીની દુર્ગધવાળી માટી એવી છે કે, પહેલી પૃથ્વીના પહેલા પટલમાંથી એક કણ માટી અહીં મનુષ્ય લેકમાં આવી જાય તે અડધા અડધા કોશ સુધીનાં પંચેન્દ્રી મનુષ્ય, તિર્યંચ એ દુર્ગધથી મરી જાય. બીજા પટલના કણથી એક કેશ સુધીનાં મનુષ્યાદિ મરી જાય, એમ અડધો અડધે કેશ વધતાં સાતમી નરકના ઓગણપચાસમા પટલની માટી એવી ગંધાતી છે કે, તેને એક કણ જે અહીં આવે તે સાડી એવીશ કેશ સુધીનાં મનુષ્ય તિર્યંચ દુર્ગધથી પ્રાણ રહિત થઈ જાય. એવી જ રીતે નારકીનાં રસ, રૂપ, શબ્દ વગેરે અનુભવાયાથી દુઃખ થાય છે, તે વચન–અગેચર છે; કેવળજ્ઞાની જ જાણે છે.
બહુ આરંભ, બહુ પરિગ્રહના પ્રભાવથી, સાત વ્યસને સેવવાથી, અભક્ષ્ય ભક્ષણ કરવાથી, હિંસાદિ પાંચ પાપમાં તીવ્ર રાગ હોવાથી ઉપર જણાવ્યાં તેવાં ઘોર દુઃખને પાત્ર નારકી જીવ થાય છે. નારકીઓનું માનસિક દુઃખ અપાર હોય છે. નારકીઓને શરીરનું દુઃખ, ક્ષેત્રથી ઉત્પન્ન થતું દુઃખ, પરસ્પર સામસામી ઉપજાવેલું દુઃખ, અસુરેએ ઉપજાવેલું દુઃખ વચન વડે કહ્યું જાય તેમ નથી, તેને વિચાર