________________
સહલેખના-સહાય-ઉપદેશાદિ
૩૬૫
કરો. નરકમાં આયુષ્ય પૂર્ણ થયા વિના મરણ થતું નથી.
તિર્યંચા (ઢાર પશુ વગેરે) ને અને રોગી, ગરીબ મનુષ્યોને પાપના ઉયથી જે તીવ્ર દુ:ખ ભોગવવું પડે છે તે તમે પ્રત્યક્ષ દેખા જ છે. તેનું શું વર્ણન કરીએ?
વચન રહિતપણાનાં, ભૂખનાં, તરસનાં, ટાઢનાં, તાપનાં, મારનાં, ઘણા ભાર ભર્યાનાં, નાક છેદ્યાનાં, નાથે ખાંધ્યાનાં ઘાર દુઃખ હોય છે; ખાવાનું, પીવાનું, ચાલવાનું, બેસવાનું, ઊડવાનું તેને પાતાને આધીન નથી; કોઈને સુખ દુઃખના અભિપ્રાય જણાવી ઉપાય-ઉદ્યમ કરવાનું જેનાથી અને એમ નથી; આને ઘેર રહેવું, આને ઘેર ન રહેવું તે તેના પેાતાના હાથની વાત નથી. ચંડાળ, મ્લેચ્છ, નિર્દયીને આધીન પણ રહેવું પડે. બ્રાહ્મણ આદિને આધીન રહેવું પડે. કાઈ અનેક પ્રકારના માર મારે. કોઈ ખાવાને ઘાસ નીરે નહીં અથવા ઘેાડું નીરે, અને ભાર વધારે ખેંચાવે તે પણ રાજા આદિકની પાસે જઈને ફરિયાદ કરવાનું સામર્થ્ય નથી. કેઈ દયા લાવીને ઉપરાણું લઈ શકે નહીં. નાક ગળી જાય, ખાંધ ગળી જાય, પીઠ કપાઈ જાય, હારા કીડા પડે તે પણ પથરા વગેરેના ખૂંચે તેવા ભાર ભરે અને ભાર ઉપાડીને ચાલી શકાય નહીં તેા મર્મ સ્થાનમાં સાટકાના કે લાઢાની અણીદાર આરના કે લાકડીના કે સાટીના માર મારે. કુવચના વડે સંતાપ ઉપજાવી પરાણે ચલાવે છે. નાસિકા આદિ મર્મસ્થાનમાં એવાં દોરડાં, સાંકળ કે ચામડાંની નાડીથી ખાંધે છે કે હાલી ચાલી શકાય નહીં; આવાં તિર્યંચગતિનાં પ્રત્યક્ષ દુઃખા દેખા છે. તમારે તે શું દુઃખ છે?