________________
૩૬૬
સમાધિ-પાન જળચર, નભચર, વનચર જીવો પરસ્પર મારી ખાય છે. સંતાયેલાં નિર્બળ પ્રાણીને ખેળી ખોળીને બળવાળાં પ્રાણી ખાઈ જાય છે. શિકારી, ભીલ, મચ્છીમાર, વાઘરી દેખતાં જ જ્યાં નાસી જાય ત્યાંથી પકડી લાવી મારે છે, ચીરે છે, કટકા કરે છે, રાંધે છે, શેકે છે, કેણુ દયા કરે ? પૂર્વ ભવમાં દયા પાળી નથી, ધનના લેભી થઈને અનેક જાઠ, છળ-કપટ ક્યાં તેનું ફળ તિર્યંચ ગતિમાં ઉદય આવે છે, તેને અત્યારે વિચાર કરે.
મનુષ્ય ભવમાં ઇષ્ટના વિયેગનું, અનિષ્ટ કે દુષ્ટના સંગનું નિધન થવાનું પરાધીન કેદખાને પડવાનું અપમાનનું, ત્રાસનું, મારનું, ઘાતનું, રોગાદિ ઘર વેદનાનું વૃદ્ધાવસ્થાનું આંધળા, બહેરા, લૂલા, બોબડા, હૂંઠા થવાનું ભૂખનું, તરસનું, ટાઢનું, તાપનું, ગરમીનું, નીચ કુળ, નીચ ક્ષેત્ર આદિમાં ઊપજવાનું અંગ ઉપાંગ ગળી જવાનું, સડી જવાનું, વાંછિત આહાર નહીં મળવાનું ઘેર દુઃખ માણસે ભગવે છે, તેને વિચાર કરો. અહીં તમારે શું દુઃખ છે ?
નરક તિર્યંચ ગતિનાં દુખ તે અપાર છે, પરંતુ મનુષ્ય ગતિમાંય પાપના ઉદયથી માનસિક દુખ પણ અજ્ઞાન ભાવથી કષાયરૂપ અભિમાનને વશ પડેલા જીને અપાર હોય છે. કર્મ મહા બળવાન છે. જેનું વચન પણ મસ્તકમાં તીર્ણ શૂળ જેવી વેદના ઉપજાવે એવા મહા દુષ્ટ, મહા વક, અન્યાયમાર્ગને ત્યાં કર્મ કરીને જન્મવું પડે છે. તેને રાત દિવસ ત્રાસ ભેગવ પડે છે, અને ભયભીત રહેવું પડે છે. જે ઉપકાર કરનાર હોય, પ્રિય હોય, જેને લઈને જીવન સફળ માનતા હોઈએ એવાં સ્ત્રી, પુત્ર, મિત્ર,