________________
સલેખના-સહાય-ઉપદેશાદિ
૩૬૭ સ્વામી, સેવક આદિને વિયેગ થાય, નાની વયમાં પુત્રી વિધવા થાય, આજીવિકા તૂટી જાય, ધન લૂંટાઈ જાય, અતિ નિર્ધન અવસ્થા આવે, પેટ ભરાય તેટલું પણ ભેજન ન મળે. સ્ત્રી દુષ્ટ હેય, પુત્ર કપૂત નીકળે, બાંધવામાં તિરસ્કાર થાય, ગુણની કદર કરનાર સ્વામીને વિયેગ થાય, પિતાના અપવાદ ફેલાય, કુળને કલંક લાગે, વગેરે મહા દુઃખ ભેગવવાં પડે છે. તેથી હે ધીર! અહીં સંન્યાસના અવસરે ઊપજતી કિંચિત્ માત્ર વેદના શા હિસાબમાં છે? કર્મના ઉદયે મનુષ્ય જન્મમાં અગ્નિમાં કઈ બળી મરે છે, સિંહ, વાઘ, સાપ, દુષ્ટ, હાથી વગેરે મારી નાખે છે, હાથ, પગ, કાન, નાક છેદે છે; શૂળીએ ચઢાવે છે; આંખ ફેડી નાખે છે; જીભ ખેંચી કાઢે છે; એમ પાપકર્મના ઉદયથી મનુષ્ય ભવમાં પણ ભારે દુખ જી ભગવે છે.
દુષ્ટ દુશ્મને ડાંગથી, મુગરથી, ચાબુકથી, તલવાર ભાલા આદિ શસ્ત્રોથી, લાત મુક્કી આદિ કચ્ચર મારથી, હાડકાં ઉતારી નાખે, ભાંગી નાખે, બાળી નાખે વગેરે દુઃખ પરાધીનપણે ભેગવ્યાં છે. જે સ્વાધીનપણે કર્મના ઉદયે ઊપજતા ત્રાસને સમભાવથી એક વાર ભેગવાય તે ફરી દુઃખને પાત્ર થશે નહીં. સમસ્ત રેગ અનેક વાર ભગવ્યા છે. હવે તમારે આ રેગ તે ઝટ નિર્જરી જશે. રોગ વગર આવા જીર્ણ, દુષ્ટ શરીરથી છૂટવાનું નથી, દેહ ઉપરની મમતા ઘટતી નથી, ધર્મમાં પ્રીતિ વધતી નથી. તેથી રેગથી ઊપજતી વેદનાને પણ ઉપકાર કરનારી જાણું રાજી થાઓ.
હે ધીર! જે દુઃખ તમે સંસારમાં ભગવ્યાં છે તેના અનંતમા ભાગ જેટલું પણ અત્યારનું તમારું આ દુઃખ