________________
૩૬૮
સમાધિ પાન નથી. હવે આ અવસરે કાયર થઈને ધર્મને કેમ મલિન કરે છે? કર્મને આધીન થઈને ચારે ગતિમાં ઘર વેદના તમે ભેગવી છે, તે અહીં ધર્મરૂપ તપ, વ્રત, સંયમ ધારણ કરતાં વેદના ભોગવવાને ભય શાને રાખે છે? કર્મને વશ થઈને જે વેદના અનંત વાર ભેગવી છે તે ધર્મની રક્ષાને માટે એક વાર જે સમભાવથી સહન કરે તે ઘણી નિર્જરા થઈ જાય. હે ધીર! તમે ભય રહિત રહે, કે ભય સહિત રહો, ઉપાય કરે કે ન કરો, પ્રબળ ઉદયવાળું કર્મ તે રોકાય એમ નથી. ઇલાજ તે કર્મને મંદ ઉદય થાય ત્યારે કામ કરે છે. પાપને પ્રબળ ઉદય હોય ત્યારે બહ અક્સીર દવા બહુ કાળજીથી કરીએ તે પણ તે વેદનાને નાશ કરી શકે નહીં. જે અસંયમી યોગ્ય-અયોગ્ય સર્વ ભક્ષણ કરનારા ત્યાગ–વ્રત રહિત રાત દિવસ સમસ્ત ઉપાય કરે છે, તે પણ પ્રબળ ઉદયને લીધે રોગરહિત હોતા નથી; તે તમે સંયમ–ત્રત સહિત, અગ્યના ત્યાગી થઈને આકુળવ્યાકુળ બની કેમ ઉપાય કરવા ઈચ્છે છે?
રાજાના જેટલી સામગ્રી કેની પાસે હોય? જેને ભક્ષ્ય–અભક્ષ્ય, મેગ્ય-અગ્યને વિચાર નથી, હિંસાનું કારણ એવા મહા આરંભ કરવાને જેને ભય નથી, દયા નથી; મોટા મેટા ધવંતરી સરખા વૈદ્ય અને અનેક ઔષધિ હોય તેપણ કર્મના ઉદયે ઊપજેલી વેદના દૂર થઈ શકતી નથી. તે ત્યાગી, વતી તમે અને દયાવાળા, વ્રતવાળા સેવા–ચાકરી કરનારા તમારે રોગ કેવી રીતે દૂર કરશે? સમસ્ત વેદનાને દૂર કરનાર જિનેન્દ્રના વચનરૂપ ઔષધ ગ્રહણ કરે. પરમ સમતાભાવરૂપ અભેદ્ય બખ્તર ધારણ કરે.