________________
ત્યાં સુધી જીવને પિતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અને સત્સંગનું માહાભ્ય પણ તથારૂપપણે ભાસ્યમાન થવું અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચીત કરી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થને સ્વીકાર એગ્ય છે. આ વાત ત્રણે કાળને વિષે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે.
૩૧
(૩૩૪)
મુંબઈ, ફાગણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે,
ભક્તિપૂર્વક નમસ્કાર પહોંચે.
હવે પછી લખીશું, હવે પછી લખીશું એમ લખીને ઘણી વાર લખવાનું બન્યું નથી, તે ક્ષમા કરવા
ગ્ય છે; કારણ કે ચિત્તસ્થિતિ ઘણું કરી વિદેહી જેવી વર્તે છે, એટલે કાર્યને વિષે અવ્યવસ્થા થઈ જાય છે. જેવી હાલ ચિરસ્થિતિ વર્તે છે, તેવી અમુક સમય સુધી વર્તાવ્યા વિના છૂટકે નથી.
ઘણું ઘણું જ્ઞાનીપુરુષ થઈ ગયા છે, તેમાં અમારી જે ઉપાધિપ્રસંગ અને ચિત્તસ્થિતિ ઉદાસીન, અતિઉદાસીન, તેવા ઘણું કરીને પ્રમાણમાં થેડા થયા છે. ઉપાધિપ્રસંગને લીધે આત્મા સંબંધી જે વિચાર તે અખંડપણે થઈ શકતે નથી, અથવા ગૌણપણે થયા કરે છે, તેમ થવાથી ઘણે કાળ પ્રપંચ વિષે રહેવું પડે છે અને તેમાં તે અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતી