________________
૪૫
નથી, જેથી જ્ઞાનીઓ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. “સર્વસંગ” શબ્દને લક્ષ્યાર્થ એ છે કે અખંડપણે આત્મધ્યાન કે બેધ મુખ્યપણે ન રખાવી શકે એ સંગ. આ અમે ટૂંકામાં લખ્યું છે; અને તે પ્રકારને બાહ્યથી, અંતરથી ભજ્યા કરીએ છીએ.
દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એ અમારે નિશ્ચલે અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારે આત્મા અખંડપણે કહે છે અને એમ જ છે, જરૂર એમ જ છે. પૂર્ણ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હો, એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવું વીતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે; તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે, એ નિશ્ચય છે, પ્રાપ્ત કરવાને પૂર્ણ એગ્ય છે, એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા મટે એમ જણાતું નથી અને તેમ થવું સંભવિત છે, જરૂર એમ જ છે.
પ્રશ્નોના ઉત્તર ઘણું કરીને લખવાનું બની શકશે નહીં, કારણ કે ચિત્તસ્થિતિ જણાવી તેવી વર્યા કરે છે.
હાલ ત્યાં કંઈ વાંચવા, વિચારવાનું ચાલે છે કે શી રીતે, તે કંઈ પ્રસંગોપાત્ત લખશે.
ત્યાગને ઇચ્છીએ છીએ, પણ થતું નથી. તે ત્યાગ કદાપિ તમારી ઈચ્છાને અનુસરત કરીએ, તથાપિ તેટલું પણ હાલ તે બનવું સંભવિત નથી.
અભિન્ન બેધમયના પ્રણામ પહોંચે.