________________
ર૯
(૨૯)
વવાણિયા, કાર્તિક સુદ ૭, રવિ, ૧૯૪૮ છે ગમે તે કિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સલૂના ચરણમાં રહેવું.
અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પિતાને શું કરવું એગ્ય છે, અને શું કરવું અગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે.
એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કોઈની યથાયોગ્ય સિદ્ધિ નથી, અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવાં કામનાં છે.
માટે એમાંથી જે જે સાધને થઈ શકતાં હોય તે બધાં એક લક્ષ થવાને અર્થે કરવાં કે જે લક્ષ અમે ઉપર જણાવ્યો છે. જપતપાદિક કંઈ નિષેધવા ગ્ય નથી; તથાપિ તે બધાં એક લક્ષને અર્થે છે, અને એ લક્ષ વિના જીવને સમ્યક્ત્વસિદ્ધિ થતી નથી.
વધારે શું કહીએ? ઉપર જણાવ્યું છે તેટલું જ સમજવાને માટે સઘળાં શાસ્ત્રો પ્રતિપાદિત થયા છે.
(૩૩૧),
૩૦
છે મુંબઈ, માહ, ૧૯૪૮ વિતરાગપણે, અત્યંત વિનયપણે પ્રણામ.
# બ્રાંતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારેમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે;