________________
પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્ર
વચનામૃત
(૩૭)
પાના
આસા
મુંબઈ બંદર, આસો વદ ૨, ગુરુ, ૧૯૪૪ પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર પ્રિય ભાઈ સત્યાભિલાષી ઉજમસી, રાજનગર
તમારું હસ્તલિખિત શુભ પત્ર મને કાલે સાયંકાલે મળ્યું. તમારી તત્ત્વજિજ્ઞાસા માટે વિશેષ સંતોષ થયે.
જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તે અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજે છું; અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહા બંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે, તે ગ્રહવા એ જ માન્યતા છે, તે પછી તે માટે જગતની અનુકૂળતા-પ્રતિકૂળતા શું જોવી? તે ગમે તેમ બોલે પણ આત્મા જે બંધનરહિત થત હોય, સમાધિમય દશા પામતે હોય તે તેમ કરી લેવું. એટલે કીર્તિ—અપકીર્તિથી સર્વ કાળને માટે રહિત થઈ શકાશે.