________________
અત્યારે એ વગેરે એમના પક્ષના કોના જે વિચારે મારે માટે પ્રવર્તે છે, તે મને ધ્યાનમાં મૃત છે; પણ વિસ્મૃત કરવા એ જ શ્રેયસ્કર છે. તમે નિર્ભય રહેજે. મારે માટે કઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજે; તેઓને માટે કંઈ શેક-હર્ષ કરશે નહીં. જે પુરુષ પર તમારો પ્રશસ્ત રાગ છે, તેના ઈષ્ટદેવ પરમાત્મા જિન, મહાગીન્દ્ર પાર્શ્વનાથાદિકનું
સ્મરણ રાખજે અને જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્ત દશાને ઇચ્છજે. જીવિતવ્ય કે જીવનપૂર્ણતા સંબંધી કંઈ સંક૯પ-વિકલ્પ કરશે નહીં.
ઉપગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજે, પાર્શ્વનાથાદિક ગીશ્વરની દશાની સ્મૃતિ કરજે, અને તે જ અભિલાષા રાખ્યા રહેજે, એ જ તમને પુનઃ પુનઃ આશીર્વાદપૂર્વક મારી શિક્ષા છે. આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદને અભિલાષી અને તે પુરુષનાં ચરણકમળમાં તલ્લીન થયેલે દીન શિષ્ય છે. તમને તેવી શ્રદ્ધાની જ શિક્ષા દે છે. વીર સ્વામીનું બધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વ સ્વરૂપ યથાતથ્ય છે, એ ભૂલશે નહીં. તેની શિક્ષાની કઈ પણ પ્રકારે વિરાધના થઈ હોય, તે માટે પશ્ચાત્તાપ કરજે. આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા આત્મભાવે તેના ખોળામાં અર્પણ કરો, એ જ મોક્ષને માર્ગ છે. જગતના સઘળા દર્શનની-મતની શ્રદ્ધાને ભૂલી જજે, જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજે, માત્ર તે પુરુષના અદ્ભુત, યેગસ્કુરિત ચરિત્રમાં જ ઉપયોગને પ્રેરશે.
આ તમારા માનેલા “મુરબ્બી માટે કોઈ પણ