________________
પ્રકારે હર્ષ-શેક કરશે નહીં, તેની ઈચ્છા માત્ર સંકલ્પવિકલ્પથી રહિત થવાની જ છે, તેને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતુંવળગતું કે લેવાદેવા નથી. એટલે તેમાંથી તેને માટે ગમે તે વિચારે બંધાય કે બેલાય, તે ભણી હવે જવા ઈચ્છા નથી. જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળાં કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ત્રણમુક્ત થવું, એ જ તેની સદા સપિયેગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે; બાકી તેને કંઈ આવડતું નથી; તે બીજું કંઈ ઈચ્છતે નથી; પૂર્વકર્મના આધારે તેનું સઘળું વિચરવું છે; એમ સમજી પરમ સંતેષ રાખજે; આ વાત ગુપ્ત રાખજો. કેમ આપણે માનીએ છીએ, અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી, પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જે મુક્તિને ઈચ્છે છે તે સંકલ્પવિકલ્પ, રાગદ્વેષને મૂક અને તે મૂકવામાં તને કંઈ બાધા હોય તે તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે.
જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે; અને તે તમને અત્યારે બોધી જઉં છું. પરસ્પર મળીશું ત્યારે હવે તમને કંઈ પણ આત્મત્વ સાધના બતાવાશે તે બતાવીશ. બાકી ધર્મ મેં ઉપર કહ્યો તે જ છે અને તે જ ઉપગ રાખજો. ઉપગ એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર સપુરુષનાં ચરણકમળ છે તે પણ કહી જઉં છું.
આત્મભાવમાં સઘળું રાખજે; ધર્મધ્યાનમાં ઉપગ રાખજે; જગતના કોઈ પણ પદાર્થ, સગાં, કુટુંબ, મિત્રને