________________
કંઈ હર્ષ-શેક કર જ નથી. પરમ શાંતિપદને ઈચ્છીએ એ જ આપણે સર્વસમ્મત ધર્મ છે અને એ જ ઇચ્છામાં ને ઈચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિત રહે. હું કેઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું, એ ભૂલશે નહીં.
દેહ જેને ધર્મોપગ માટે છે, તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે, તે પણ ધર્મને માટે જ છે.
વિ. રાયચંદ્ર (૪૭)
વિવાણિયા બંદર, મહા સુદ ૧૪, બુધ, ૧૯૪૫
સપુરુષને નમસ્કાર સુજ્ઞ,
મારા તરફથી એક પણું પહોંચ્યું હશે.
તમારે પત્ર મેં મનન કર્યો. તમારી વૃત્તિમાં થયેલે ફેરફાર આત્મહિતસ્વી મને લાગે છે.
અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લેભ એ ચાર તથા મિથ્યાત્વમોહિની, મિશ્રાહિની, સમ્યક્ત્વહિની એ ત્રણ એમ એ સાત પ્રકૃતિ જ્યાં સુધી ક્ષપશમ, ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યક્દષ્ટિ થવું સંભવતું નથી. એ સાત પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યક્ત્વને ઉદય થાય છે. તે પ્રકૃતિની ગ્રંથિ છેદથી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાઈ તેને આત્મા હસ્તગત થવે સુલભ છે. તત્વજ્ઞાનીઓએ એ જ ગ્રંથિને ભેદવાનો ફરી ફરીને