________________
૫
ખાધ કર્યાં છે. જે આત્મા અપ્રમાદપણે તે ભેદવા ભણી દૃષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિઃસંદેહ છે.
એ વસ્તુથી આત્મા અનંત કાળથી ભરપૂર રહ્યો છે. એમાં દૃષ્ટિ હેાવાથી નિજ ગૃહ પર તેની યથાર્થ દૃષ્ટિ થઈ નથી. ખરી તે પાત્રતા, પણ હું એ, કષાયાદિક ઉપશમ પામવામાં તમને નિમિત્તભૂત થયા એમ તમે ગણા છે, માટે મને એ જ આનંદ માનવાનું કારણ છે કે નિગ્રંથ શાસનની કૃપાપ્રસાદીના લાભ લેવાના સુંદર વખત મને મળશે એમ સંભવે છે. જ્ઞાનીષ્ટ તે ખરું.
જગતમાં સપરમાત્માની ભક્તિ-સત ગુરુ-સત્સંગસત્શાસ્રાધ્યયન–સમ્યક્દૃષ્ટિપણું અને સત્યેાગ એ કોઈ કાળે પ્રાપ્ત થયાં નથી. થયાં હાત તા આવી દશા હેાત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોના મેધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંતભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે.
સદ્ગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટકયું છે. તેની પ્રાપ્તિ કરીને સંસારતાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરવા એ જ કૃતકૃત્યતા છે.
એ પ્રત્યેાજનમાં તમારું ચિત્ત આકર્ષાયું એ સર્વોત્તમ ભાગ્યના અંશ છે. આશીર્વચન છે કે તેમાં તમે ફળીભૂત થાઓ. “ધર્મ” એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશેાધનથી મળવાની નથી. અપૂર્વે અંતસંશોધનથી તે પ્રાપ્ત
૧. ગ્રંથિથી