________________
૩૧
તે “પરમસની જ અમે અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ ઈચ્છીએ છીએ.
તે પરમસતીને પરમજ્ઞાન” કહો, ગમે તે “પરમ પ્રેમ” કહે, અને ગમે તો “સત્-ચિત્—આનંદ સ્વરૂપ” કહે, ગમે તે “આત્મા કહો, ગમે તે “સર્વાત્મા કહો, ગમે તે એક કહો, ગમે તે અનેક કહો, ગમે તે એકરૂપ કહે, ગમે તે સર્વરૂપ કહો, પણ સત્ તે સત્ જ છે. અને તે જ એ બધા પ્રકારે કહેવા યોગ્ય છે, કહેવાય છે. સર્વ એ જ છે, અન્ય નહીં.
એવું તે પરમતત્વ, પુરુષોત્તમ, હરિ, સિદ્ધ, ઈશ્વર, નિરંજન, અલખ, પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર અને ભગવત આદિ અનંત નામેએ કહેવાયું છે.
અમે જ્યારે પરમતત્વ કહેવા ઈચ્છી તેવા કોઈ પણ શબ્દોમાં બેલીએ તે તે એ જ છે, બીજું નહીં.
(૨૧૧)
મુંબઈ, માહ વદ ૦)), ૧૯૪૭ સત? એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, " અને એ જ જીવનો મોહ છે.
સત’ જે કંઈ છે, તે “સ” જ છે; સરળ છે; સુગમ છે, અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ જેને ભ્રાંતિરૂપ આવરણુતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કઈ એ. પ્રકાર નહીં આવે કે જે અજવાળારૂપ હોય તેમજ આવરણ