________________
૩૦
જવાનું પ્રયત્ન કરવું જોઈએ. એ સંદેહ એ છે કે આ જીવ ભવ્ય છે કે અભ? મિથ્યાદષ્ટિ છે કે સમ્યક્દષ્ટિ? સુલભબધી છે કે દુર્લભબધી? તુચ્છસંસારી છે કે અધિકસંસારી? આ આપણને જણાય તેવું પ્રયત્ન કરવું જોઈએ. આવી જાતની જ્ઞાનકથાને તેમનાથી પ્રસંગ રાખવો યેગ્ય છે.
પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે; પણ આ કાળમાં તે જગ બન બહુ વિકટ છે, માટે જીવે એ વિકટતામાં રહી પાર પાડવામાં વિકટ પુરુષાર્થ કરે એગ્ય છે, અને તે એ કે “અનાદિ કાળથી જેટલું જાણ્યું છે, તેટલું બધું ય અજ્ઞાન જ છે, તેનું વિસ્મરણ કરવું
“સતું’ સત્ જ છે, સરળ છે, સુગમ છે સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, પણ “સને બતાવનાર “સત્’ જોઈએ.
નય અનંતા છે, એકેકા પદાર્થમાં અનંત ગુણધર્મ છે; તેમાં અનંતા નય પરિણમે છે; તે એક અથવા બે ચાર નયપૂર્વક બેલી શકાય એવું ક્યાં છે? માટે નયાદિકમાં સમતાવાન રહેવું જ્ઞાનીઓની વાણું “નય”માં ઉદાસીન વર્તે છે, તે વાણુને નમસ્કાર હો! વિશેષ કઈ પ્રસંગે.
(૨૦૯)
મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક “સ”ને જ પ્રકાર્યું છે. તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે. તે જ પ્રતીત કરવા યંગ્ય છે, તે જ અનુભવરૂપ છે. અને તે જ પરમ પ્રેમે ભજવા ગ્ય છે.