________________
૨.૯
પરિણામે “સને પ્રાપ્ત કરાવનારી, પ્રારંભમાં “સ”ની હેતુભૂત એવી તેમની રુચિને પ્રસન્નતા આપનારી વૈરાગ્યકથાને પ્રસંગોપાત્ત તેમનાથી પરિચય કરો; તે તેમના સમાગમથી પણ કલ્યાણ જ વૃદ્ધિ પામશે; અને પેલું કારણ પણ ટળશે.
જેમાં પૃથ્યાદિકનો વિસ્તારથી વિચાર કર્યો છે એવાં વચન કરતાં વૈતાલીય અધ્યયન જેવાં વચને વૈરાગ્યની વૃદ્ધિ કરે છે, અને બીજો મતભેદવાળાં પ્રાણીને પણ તેમાં અરુચિ થતી નથી.
જે સાધુઓ તમને અનુસરતા હોય, તેમને સમય પરત્વે જણાવતા રહેવું કે, ધર્મ તેનું નામ આપી શકાય કે જે ધર્મ થઈને પરિણમે જ્ઞાન તેનું નામ હોય કે જે જ્ઞાન થઈને પરિણમે; આપણે આ બધી ક્રિયા અને વાંચના ઇત્યાદિક કરીએ છીએ, તે મિથ્યા છે, એમ કહેવાને મારો હેતુ તમે સમજે નહીં તે હું તમને કંઈ કહેવા ઈચ્છું છું, આમ જણાવી તેમને જણાવવું કે આ જે કંઈ આપણે કરીએ છીએ, તેમાં કઈ એવી વાત રહી જાય છે કે જેથી “ધર્મ અને જ્ઞાન” આપણને પિતાને રૂપે પરિણમતાં નથી, અને કષાય તેમજ મિથ્યાત્વ(સંદેહ)નું મંદવું થતું નથી, માટે આપણે જીવના કલ્યાણનો ફરી ફરી વિચાર કરો એગ્ય છે; અને તે વિચાર્યું કંઈક આપણે ફળ પામ્યા વિના રહેશું નહીં આપણે બધું જાણવાનું પ્રયત્ન કરીએ છીએ પણ આપણે “સંદેહ કેમ જાય તે જાણવાનું પ્રયત્ન કરતા નથી. એ
જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી “સંદેહ કેમ જાય? અને સંદેહ હોય ત્યાં સુધી જ્ઞાન પણ ન હોય; માટે સંદેહ