________________
૨૮
મનન તથા નિદિધ્યાસનાદિને હેતુ થતું નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ
સપુરુષોએ કહ્યું છે. ૮. આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે. ૯. રાષભદેવજીએ અઠ્ઠાણું પુત્રોને ત્વરાથી મોક્ષ થવાને
એ જ ઉપદેશ કર્યો હતે. ૧૦. પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. ૧૧. અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે
તેપણ પિતે પિતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની
આજ્ઞાને આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. ૧૨. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને
અધિકારી થવા માટે કહી છે; મેક્ષ થવા માટે જ્ઞાનીની
પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. ૧૩. આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી, એ પામ્યા વિના બીજા
માર્ગથી મોક્ષ નથી. ૧૪. એ ગુપ્ત તત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે.
ઇતિ શિવમ
(૨૦૭)
મુંબઈ, માહ વદ ૦)), ૧૯૪૭ કઈ જાતની કિયા જો કે ઉથાપવામાં નહીં આવતી હોય તે પણ તેઓને લાગે છે તેનું કંઈ કારણ હોવું જોઈએ; જે કારણ ટાળવું એ કલ્યાણરૂપ છે.