________________
સમાધિ-સાપાન
આહારની લાલસા તે બહુ નિંદવા લાયક છે. ઉત્તમ પુરુષ તે ભૂખની વેદનાને પ્રાણ હરનારી જાણી, ભૂખના ઉપાય જેટલેા જ આહાર લે છે. તે પણ ભારે લજ્જારૂપ છે. આહારની કથાને દુર્ધ્યાન કરાવનારી જાણી તેને ત્યાગ કરે છે. આ હાડ-માંસમય દેહ આહાર વિના રહે નહીં, અને દેહ વિના તપ, વ્રત, સંયમરૂપ રત્નત્રય માર્ગ પળે નહીં; તેથી રત્નત્રયના પાલન માટે રસવાળા કે નીરસ, જેવા કર્માનુસાર મળે તેવા ઉજ્જવળ આહાર લઇ ઉદર પૂરે છે. રસના (જીભ) ઇન્દ્રિયની લંપટતા કદી સેવતા નથી. મનુષ્ય જન્મની સફળતા તેા આહારની લંપટતાને જીતવાથી જ છે. તિર્યંચગતિમાં તેા આહારની લંપટતાથી બળવાન હાય તે નિર્બળને ખાઈ જાય છે કે પરસ્પર ભક્ષણ કરે છે; માતા પુત્રનું ભક્ષણ કરે છે. મનુષ્ય ગતિમાં પણ નીચ, ઉચ્ચ જાતિના ભેદ, સર્વ આચારના ભેદ ભાજનના નિમિત્તથી જ છે. આ લોકમાં જેટલાં નિંદ્ય આચરણ છે તેટલાં, ભાજનના વિચાર રહિત પ્રાણી જ આચરે છે. જેને ભેાજનમાં લંપટતા નથી તે ઉજ્જવલ, પવિત્ર છે, વાંછા રહિત છે, ઉત્તમ છે. નીચ—ઉચ્ચ જાતિ, કુળના ભેદ પણ ભાજનને નિમિત્તે જ છે. આહારના લંપટી ઘાર આરંભ કરે છે, ખાગ બગીચામાં એક પેાતાને જમવા માટે કરોડો ત્રસ જીવાને મારે છે, મહાપાપની અનુમાદના કરે છે, અભક્ષ્ય ભક્ષણ કરે છે. અસત્ય વચન, હિંસાદિ મહા પાપનાં વચન ખેલે છે. સારા ભાજન માટે ચારી કરે છે. કુશીલ સેવે છે. ધન, પરિગ્રહમાં મહા મૂર્છા કરે છે. અન્ય લેાકાને મારીને, જૂઠું બોલીને, ચારી કરીને પણું સરસ ભાજનને માટે ધન એકઠું કરે છે.
૩૭૨