________________
સલ્લેખના-સહાય-ઉપદેશાદિ
૩૭૩ મિષ્ટ ભેજન માટે ક્રોધ કરે છે, માન કરે છે, છળ-કપટ કરે છે, ચોરી કરે છે, કુળના કમને નાશ કરે છે. નીચ જાતિ ભેગો ભળી જાય છે. નીચ કુળના મદિરા માંસ વાપરનારની નેકરી સ્વીકારે છે. ભેજનને લંપટી નિર્લજજ થઈ જાય છે. પિતાની પદવી, મોટાઈ, જાતિ, કુળ, આચાર જોતું નથી, સ્વાદિષ્ટ ભેજન દેખી મન બગાડે છે. બહુ ધનવાળ હોય, પિતાને ઘેર સુંદર ભજન નિત્ય મળતાં હોય છતાં, નીચ, રંક, શુદ્ર, મ્લેચ્છને ઘેર પણ જમવા જાય છે. ગામ, નગરમાં વેચાતું, સમસ્ત લેકનું અડકેલું, વેચેલું, એવું અધમ ભેજન ખરીદી લાવે છે. તપશ્ચરણ, જ્ઞાનાભ્યાસ, શ્રદ્ધા, આચરણ, સર્વ શીલ, સંયમને દૂરથી સજે છે. પિતાનું અપમાન થતું દેખાતું નથી. અભક્ષ્યમાં, એંઠમાં, માંસાદિકમાં આસક્ત થઈ જાય છે. અગ્ય આચરણ કરી પિતાના કુળના રિવાજને નાશ કરે છે, મલિન કરે છે. જીભ ઈદ્રિયની લંપટતા શું શું અનર્થ કરાવતી નથી? શોધીને, જોઈને આહાર કર એ તે આહારના લંપટીથી બનતું જ નથી. આહાર કે છે? ક્યાંથી આવ્યો છે? એવા વિચાર પણ કહેતા નથી. તીક્ષણ બુદ્ધિ હોય તે પણ મંદ બની જાય છે, વિપરીત બુદ્ધિ થઈ જાય છે; સન્માર્ગ છેડી કુમાર્ગમાં કુશળ થઈ જાય છે; ધર્મથી વિમુખ થઈ જાય છે. પ્રત્યક્ષ દેખીએ છીએ કે કોઈ પુરુષ અનેક શાસ્ત્રો ભણેલે છે, વાચનાદિ વડે અનેક જીવને શુભ માર્ગનો ઉપદેશ કરે છે, બહ કાળથી સિદ્ધાંત સાંભળે છે, તે પણ તેને સત્યાર્થ શ્રદ્ધા, જ્ઞાન, આચરણ હોતાં નથી, વિપરીત માર્ગથી છૂટતે નથી; એ બધું અન્યાય, અભક્ષ્ય ભૂજન કર્યાનું ફળ છે.