________________
૩૭૪
સમાધિ-પાન મુનીશ્વરોને તે આહારની શુદ્ધતા પ્રધાન હોય છે. શ્રાવકને પણ સર્વ બુદ્ધિની શુદ્ધતાનું કારણ એક ભજનની શુદ્ધતા જ જાણે. આહારના લંપટીને યોગ્ય–અગ્ય જેવાની, ચેખું કરવાની, આંખથી જોવાની સ્થિરતા હોતી નથી. વૈર્ય રહિત ઉતાવળથી ભક્ષણ જ કરે છે. માન, સન્માન, સત્કાર, પિતાની ઉચ્ચ પદવી જેતે નથી. મિષ્ટ ભોજન મળે ત્યાં પરમ નિધાનને લાભ ગણે છે. મિષ્ટ ભજન આપનારને આધીન થઈને માતા, પિતા, સ્વામી, ગુરુ એમને ઉપકાર લેવી અપકાર ગ્રહણ કરે છે. ભેજનના લંપટીને વિનય પિતાનાં સ્ત્રી પુત્ર પણ સાચવતાં નથી. તેને ધર્મની શ્રદ્ધા પણ હોતી નથી. કારણ કે સમ્યફદૃષ્ટિ આત્મિક સુખને સુખ જાણે છે, તેને તે ઇન્દ્રિયના વિષયેથી મળતાં સુખ ઉપર અત્યંત અરુચિ હોય છે. જેને સુંદર ભોજન જ સુખરૂપ જણાયું તે તે વિપરીત જ્ઞાની-મિથ્યાદ્રષ્ટિ જ છે. જીભને લંપટી મહા અભિમાની છતાં, ઊંચા કુળને છતાં, નીચ લેકની ખુશામત કરે છે, વખાણ કરે છે. ભેજનને લંપટી દીન થઈને પારકાનાં મુખ તાકતે ફરે છે, યાચના કરે છે, નહીં કરવા યંગ્ય કર્મ કરે છે. એક ભજનની ઈચ્છાથી જ તંદલ મચ્છ સાતમી નરકે જાય છે અને અનેક જતુ ભક્ષણ કરીને મહામરછ પણ સાતમી નરકે જાય છે. સુભૌમ નામને ચકવર્તી, દેવેએ આણેલા કલપવૃક્ષના ભોગેથી પણ તૃપ્ત ન થયે, અને કોઈ વિદેશીના આણેલા ફળના રસની લાલસાથી કુટુંબ સહિત સમુદ્રમાં ડૂબી સાતમી નરકે ગયે, તે બીજાની શી વાત?
આવાં જિનેન્દ્રનાં વચનરૂપ અમૃતનું પાન કરવાથી