________________
સલ્લેખના સહાય-ઉપદેશાદિ
૩૭૫
પણ જો તમારી આહાર કે સ્વાષ્ટિ ભાજનની લાલસા નાશ ન પામી તેા જાણજો કે તમારે અનંત કાળ, અસંખ્યાત કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરવાનું છે. ભૂખ, તરસ, રોગ, વિયેાગ, જન્મ, મરણ અનંતવાર ભોગવવાનાં છે. તમે એમ ધારતા હશેા કે ખાવા પીવા વડે તૃષ્ણા મટાડી સંતેાષ પામીશ, તૃપ્ત થઈશ. પણ કદાપિ આહારાદિ વડે એમ તૃપ્તિ થશે નહીં. ભૂખ, તરસની વેદના તે અશાતા નામના કર્મના નાશથી મટે; આહાર કરવાથી ઘટશે નહીં પણ ઊલટી વિશેષ વધશે. જેવી રીતે અગ્નિને લાકડાં વડે તૃપ્તિ થતી નથી અથવા સમુદ્રને નદીઓનાં પાણીથી તૃપ્તિ થતી નથી, તેવી રીતે આહારથી તમને તૃપ્તિ થશે નહીં; લાલસા અધિક અધિક વધશે. લાભાંતરાયના અત્યંત ક્ષયેાપશમથી પ્રાપ્ત થયેલેા, અત્યંત બળ, વીર્ય, તેજ, કાંતિ પ્રગટાવે તેવા માનસિક આહાર, અસંખ્યાત કાળ પર્યંત સ્વર્ગમાં ઇંદ્ર, અહચિંદ્ર થઈને ભોગવ્યો તાપણ ભૂખની વેદનાના અભાવ– રૂપ તૃપ્તિ થઈ નહીં. ચક્રવર્તી, નારાયણ, ખળભદ્ર, પ્રતિનારાયણ, ભાગભૂમિનાં મનુષ્યાદિ, લાભાંતરાય અને ભેગાંતરાયના અત્યંત ક્ષયાપશમથી પ્રાપ્ત થયેલા દિવ્ય આહાર ઘણા કાળ સુધી ભાગવીને પણુ ભૂખની વેદના દૂર કરી શકયા નથી. તેા તમને થોડું અન્નાદિ ખાવાથી કેવી રીતે તૃપ્તિ થશે ? તેથી ધીરજ ધારણ કરી આહારની વાંછાને જીતવા માટે પુરુષાર્થ કરો. હવે કેટલેાક આહાર ખાઈ શકશે? ભાજનના સ્વાદ કેટલા કાળ રહે છે? ભાજન જીભ ઉપર હેાય ત્યાં સુધી જ માત્ર સ્પર્શ થાય તેટલા કાળ સ્વાદ જણાય છે. ગળી ગયા પછી સ્વાદ નથી મળતા અને માંમાં