________________
૩૭૬
સમાધિ-સે પાન નાખ્યા પહેલાં પણ સ્વાદ નથી આવતે, માત્ર અધિક ઍધિક તૃષ્ણા વધારે છે. અનાદિ કાળમાં સમસ્ત પ્રકારનાં ભજન તમે જમ્યા છે તે પણ તૃપ્તિ થઈ નહીં, ધરાયા નહીં, તે હવે અંત વખતે કંઠે પ્રાણ આવ્યા છે, તે વખતે કિંચિત્ આહારથી કેવી રીતે તૃપ્ત થશે ? તેથી દ્રઢતા ધારણ કરી પિતાના આત્માનું કલ્યાણ કરે. એ કોઈ અપૂર્વ આહાર આ લેકમાં નથી કે જે તમે ન ભેગવ્યો હોય. સર્વ સમુદ્રનાં પાણી પીવાથી તૃપ્તિ નથી થઈ તે ઝાકળનાં ટીપાં ચાટવાથી શી રીતે તૃપ્તિ થશે?
ગયા કાળમાં રાત દિવસ આહાર માટે દુઃખી થઈને ભવ ગુમાવ્યો છે. ઘણું કાળ સુધી આહારના સ્વાદની વાંછા રહે તેનું દુઃખ; આહારની સામગ્રી મેળવવા નેકરી, વેપાર વગેરે ધન કમાવામાં દુઃખ; દીનતા કરવાનું, પરાધીન રહેવાનું દુઃખ, ધન ખરચાઈ જતું જણાય તેમાં પણ દુઃખ; સ્ત્રી, પુત્રાદિક ભેજન તૈયાર કરાવનારને આધીન રહેવાનું દુઃખ; રાંધવાના આરંભ સમારંભનું દુઃખ, ભેજન તૈયાર ન થાય ત્યાં સુધી વાંછા કરતા બેસી રહેવાનું દુઃખ; કોઈ સામગ્રી ખૂટતી હોય તે લાવવાનું દુઃખ; પિતાની ઈચ્છા પ્રમાણે મળે નહીં તે દુઃખ; મિષ્ટાન્ન ભક્ષણ કરતાં ખટાશની લાલસાનું દુઃખ; મરી મસાલા કે ચટણની લાલસાનું દુઃખ મિઠાઈની લાલસાનું દુઃખ ઇત્યાદિ વારંવાર અનેક પ્રકારની લાલસા જ્યાં ઘટે નહીં ત્યાં સુખ ક્યાંથી હોય ? જીભને સ્પર્શ માત્ર થયે કે કેળિયે ઊતરી જાય છે. ઉત્તમ મનહર આહાર પણ એક ક્ષણમાં જીભના મૂળને ઓળંગી જાય છે. જીભનું ટેરવું જ સ્વાદ ચાખે છે. જીભને આહાર અડે નહીં