________________
સલ્લેખના-સહાય-ઉપદેશાદિ
૩૭૭ ત્યાં સુધી સ્વાદ આવતું નથી, અને જીભની પાર ઊતરી ગયા પછી સ્વાદ મળતો નથી. એક કેળિયા જેટલા આહારના સ્પર્શને ક્ષણિક સ્વાદ મળે છે તેને માટે તે ઘેર દુર્ગાન કરે છે, મહા સંકટ ભેગવે છે. ભેજન કરવા છતાં વાંછા રહિત તે થવાતું નથી તેથી આવા દુઃખકારક આહારના ત્યાગને અવસર આવ્યો છે, તે અવસરને મહા દુર્લભ, અક્ષય નિધાનના લાભ સમાન જાણી આહારના
સ્વાદમાં અત્યંત અનાસક્ત થાઓ. અહીં જે દ્રઢ પરિણામ રાખી આહાર ઉપર રાગ તજશે તે, સ્વર્ગમાં જશે ત્યાં હજારો વર્ષો સુધી ભૂખની વેદના ઉત્પન્ન નહીં થાય. ત્યાં જેટલા સાગરોપમનું આયુષ્ય હોય છે, તેટલા હજાર વર્ષો સુધી તે ભેજનની ઈચ્છા જ ઊપજતી નથી. પછી કંઈક ઈચ્છા ઊપજે ત્યારે કંઠમાં અમૃતનાં પરમાણુ એવાં ઝરે છે કે, એક ક્ષણ માત્રમાં ઈચ્છાને અભાવ થઈ જાય છે. અસંખ્યાત વર્ષો સુધી ભૂખનું દુઃખ દૂર કરવારૂપ આ બધે પ્રભાવ માત્ર પૂર્વ ભવમાં આહારની લાલસા છેડી ઉપવાસ, ઊણદરી, રસ પરિત્યાગ વગેરે તપ કર્યા છે.
તિર્યંચ અને મનુષ્ય ગતિમાં જે ભૂખ, તરસ, રેગ આદિના ઘેર દુઃખ અનંતકાળથી જીવ ભગવે છે, તે આહારની લંપટતાને પ્રભાવ છે. જેમણે જેમણે આહારની લંપટતા છેડી તે ક્ષુધા આદિ વેદના રહિત, કવલ આહાર રહિત દિવ્ય દેવ થાય છે. જે આ વેદનાનું અત્યારે દુઃખ લાગતું હોય તે આહારના ત્યાગમાં જ અચળપણે પ્રવર્તે. તેથી અલપકાળમાં વેદના રહિત, કલ્પવાસી દેવલેકમાં જઈને ઊપજશો. ભેજન કરશે તે તેથી વેદનારહિત થશે નહીં.