________________
૩૭૮
સમાધિ-સોપારા | સર્વ દુઃખનું મૂળ કારણ આ જીવને એક શરીર ઉપરની મમતા છે. એ મમતાથી તેની સાચવણને નિમિત્તે જ અનંતાનંત કાળ પર્યંત દુઃખ ભોગવ્યું છે. ભૂખ, તરસ, રેગ આદિ પરિષહાનાં દુઃખ છે, તે સર્વ એક દેહની મમતાથી છે. જે મહંત પુરૂષોએ દેહની મમતા ત્યાગી છે, તેમને હાડ-માંસ-ચામડીમય મહા દુર્ગધવાળા રેગથી ભરેલા. દેહની પ્રાપ્તિ થતી નથી. જ્યાં સુધી સંસારને અભાવ ન થાય ત્યાં સુધી ઇંદ્રાદિક દેવના દિવ્ય દેહ પ્રાપ્ત થાય છે; પછી શીલ, સંયમ આદિ સામગ્રી પામી મેક્ષે જાય છે. જે દેહની વેદનાથી દુઃખી છે તે તુરત જ દેહની મમતા, લાલસા છોડી દે. તેથી દેહ ધરવા નહીં પડે. આહારની લાલસાથી દુઃખી છે તે આહારનો ત્યાગ કરે. તેથી ફરી. ભૂખ, તરસની વેદનાથી આહાર નહીં લેવું પડે.
અનુક્રમે દેહને એ કૃશ કરે કે જેથી વાત, પિત્ત, કફના વિકાર મંદ થતા જાય, પરિણામની વિશુદ્ધિ વધતી. જાય. આહારના ત્યાગને કમ આગળ પ્રથમ જણાવ્યો છે. પછી અંતકાળમાં જેટલી શક્તિ હોય તે પ્રમાણે પાણીને પણ ત્યાગ કર. અંતકાળે જ્યાં સુધી શક્તિ રહે ત્યાં સુધી પંચ નમસ્કાર મંત્ર તથા બાર ભાવનાનું સ્મરણ કરવું. શક્તિ ઘટી જાય તે અહંત નામનું કે સિદ્ધનું જ ધ્યાન માત્ર કરવું. જ્યારે શક્તિ ન રહે ત્યારે ધર્માત્મા, વાત્સલ્ય અંગના સ્થિતિકરણમાં સાવધાન એવા સાધમ નિરંતર ચાર આરાધના (સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્યક્રચારિત્ર, સમ્યતપ), પંચ નમસ્કાર (નમે અરિહંતાણું, નમે સિદ્ધાણં, નમે આયરિયાણું, નમે ઉવન્ઝાયાણું, નમે લેએ સવ્ય.