________________
સલેખનાના પાંચ અતિયાર
૩૭૮:
સાહૂણં) મધુર સ્વરથી ઘણી ધીરતાથી શ્રવણુ કરાવે. અહુ માણસા એકઠા થઈ કોલાહલ ધમાલ ન કરે, એક એક સાધી અનુક્રમે ધર્મશ્રવણ, જિનેંદ્ર નામ સ્મરણ કરાવે. આરાધક ( સમાધિ–મરણુ કરનાર ) પાસે ઘણાં માણસાને કે સંસારના મેહ મમત્વની વાત કરનારને આવવા ન દે.. પંચ નમસ્કાર અથવા ચાર શરણાં ( અદ્ભુત, સિદ્ધ, સાધુ અને કેવળી ભગવાને કહેલા ધર્મ) ઇત્યાદિક વીતરાગ કથા સિવાય કોઈ તેની પાસે કંઇ બેલે નહીં. એ ચાર ધર્માત્મા સિવાય બીજાને સમાગમ રાખવા નહીં. આરાધકે પણ સલ્લેખનાના પાંચ અતિચાર દૂરથી ત્યાગવા.
સલ્લેખનાના પાંચ અતિચાર :
(૧) સલ્લેખના કરીને જે જીવવાની ઇચ્છા કરે કે એ. દિવસ જિવાય તે ઠીક તે જીવિત આશંસા અતિચાર છે.
(૨) મરવાની ઇચ્છા કરે કે હવે તે મરણ આવે તે ડીક થાય તે મરણ–આશંસા નામે બીજો અતિચાર છે.
(૩) ભય રાખવા કે મરણુ વખતે કેવુંય દુ: ખ. આવશે, કેવી રીતે સહન થશે? તે ભય નામના ત્રીજો. અતિચાર છે.
(૪) પેાતાનાં સ્વજન, પુત્ર, પુત્રી, મિત્ર આદિને યાદ. કરવાં તે મિત્ર-સ્મૃતિ નામે ચેાથે અતિચાર છે.
(૫) ભવિષ્યના ભવમાં વિષયભાગ, દેવલાક આદિની વાંછા કરવી તે નિદાન નામના પાંચમા અતિચાર છે.