________________
૩૮૦
સમાધિ-પાન સલ્લેખનામરણમાં સમસ્તને ત્યાગ કરી, કેવળ પિતાને શુદ્ધ જ્ઞાયક સ્વભાવનું અવલંબન રાખી, સર્વ દેહાદિક ઉપરની મમતા છોડી, સંન્યાસ ધાર્યો પછી જીવવાની કે મરવાની ઈચ્છા કરવી, ભય પામવે, મિત્રમાં અનુરાગ કરે, ભવિષ્યનાં સુખની ઇચ્છા કરવી એ બધાં પરિણામની ઉજજવળતાને નાશ કરી રાગ, દ્વેષ, મેહ વધારનારાં પરિણામ છે, તેથી તેમને સલેખનને મલિન કરનારા અતિચાર કહ્યા છે.
નિવિઘપણે આરાધનાને ધારણ કરવાથી ગૃહસ્થ સ્વર્ગલેકમાં મહદ્ધિક દેવ થાય છે. પછી સંયમ ધારણ કરીને નિર્વાણ એટલે મેક્ષ મેળવે છે.
આ પ્રમાણે સમ્યફદ્રષ્ટિ અંત સલ્લેખના સહિત બાર વ્રતે ધારણ કરે છે. તે નિંદ્રના ધર્મરૂપ અમૃત પીને તૃપ્ત રહે છે તેથી તે પીધમ કહેવાય છે. ધર્મને આચરનાર ધર્માત્મા, શ્રાવક છે તે અભ્યદય એટલે સ્વર્ગમાં મહદ્ધિકપણું અસંખ્યાત કાળ સુધી જોગવીને ફરી મનુષ્ય ગતિમાં ઉત્તમ રાજ્ય આદિ વૈભવ પામીને, સંસાર પ્રત્યે, દેહ પ્રત્યે, ભેગ પ્રત્યે વૈરાગ્ય ઊપજવાથી શુદ્ધ સંયમ અંગીકાર કરી, નિઃશ્રેયસ એટલે મેક્ષનો અનુભવ કરે છે. મોક્ષ કે છે? સુખના સમુદ્ર સમાન છે, પણ તે સમુદ્રને કાંઠે નથી, તેને અંત નથી, અપાર છે. દુઃખને
સ્પર્શ માત્ર જ્યાં નથી એવા મોક્ષમાં અનંત સુખ તે ભગવે છે. જે જન્મ, જરા, રંગ, મરણથી રહિત અને શેક, દુઃખ, ભયથી રહિત, નિત્ય, અવિનાશી, સર્વ પરના