________________
સહલેખનાના પાંચ અતિચાર
૩૮૧. સંગથી રહિત કેવળ શુદ્ધ સુખ સ્વરૂપ છે તે મેક્ષ છે; તેને જ નિઃશ્રેયસ, ઈષ્ટ કહીએ છીએ. વિદ્યા એટલે કેવળજ્ઞાન, અનંત દર્શન અને અનંત વીર્ય; સ્વાથ્ય એટલે પરમ વીતરાગતા; પ્રહલાદ એટલે અનંત સુખ તૃપ્તિ એટલે. વિષયની નિઃસ્પૃહતા અને શુદ્ધિ એટલે પ્રત્યકર્મ–ભાવકર્મ રહિતપણું, એ સર્વ સહિત આત્મસ્વરૂપ થઈને, જ્ઞાનાદિ ગુણેમાં વધઘટ ન થાય તેમ, કાળની મર્યાદા રહિત. નિર્વાણમાં સુખરૂપ મુક્ત જી વસે છે.
ધર્મના પ્રભાવથી આત્મા મોક્ષમાં વસે છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત શક્તિ, પરમ વીતરાગતારૂપ નિરાકુલતા, અનંત સુખ, વિષયેની નિવચ્છકતા, કર્મમલ રહિતતા ઈત્યાદિ ગુણરૂપ થઈને ગુણોની હીનાધિકતા રહિત, કાળની મર્યાદા રહિત, અનંતાનંત કાળ સુધી સુખરૂપ વસે છે.
અનંતાનંત કપ કાળ વીતી ગયા છતાં મુક્ત જીવનમાં વિકાર એટલે સ્વરૂપનું વિપરીત પણું જણાતું નથી, નિશ્ચયથી જણાવા ગ્ય નથી. ત્રણે લેકને ક્ષેભ પમાડે તે કોઈ ઉત્પાત કદી થાય તે પણ સિદ્ધને વિકાર ન થાય. !
નિર્વાણની પ્રાપ્તિ જેમને થઈ છે તે મુક્ત આત્માઓ, પર દ્રવ્યના ભેગ વગરના કાંતિમાન સુવર્ણ સમાન, દ્રવ્યકર્મ-ભાવકર્મ-કર્મરૂપ મલિનતા રહિત પ્રકાશમાન સ્વરૂપ, ત્રણ લેકના મુગટમણિની શભા ધારણ કરે છે.