________________
સલેખના-સહાય-ઉપદેશાદિ
૩૭૧ ચારે ગતિઓમાં કર્મને ઉદય આવે છે. તેથી પૂર્વે બાંધેલાં કર્મ ઉદયમાં આવે ત્યારે આકુળતા તજી પરમ ધીરજ ધારણ કરો. સમભાવથી કર્મો ઉપર જય મેળવે. સર્વ દુઃખ ઉપર વિજય મેળવવાના અવસરે હવે ખેદ કેમ કરો છે? સમ્યક દ્રષ્ટિ તે સદાય સમાધિમરણની જ વાંછા કરે છે. આ તે મહા દુર્લભ અવસર પ્રાપ્ત થયું છે. સમસ્ત દુઃખને નાશ કરવાનો અવસર મુશ્કેલીથી મળે છે. તે ઉત્સાહના અવસરે ખેદ કર ઘટે નહીં. આ અવસર ચૂકશે તે ફરી અનંત કાળમાં નહીં મળે. અહિત, સિદ્ધ, આચાર્ય આદિ ભગવાન પરમેષ્ટી અને સમસ્ત સાધમ એની સાખે જે ત્યાગ, સંયમ ગ્રહણ કર્યો છે, તે ત્યાગ વ્રતને લંગ કરવાથી, પંચ પરમેષ્ટીથી વિમુખતા થાય છે, સમસ્ત ધર્મને લેપ થાય છે, ધર્મને દૂષણ લાગે છે, ધર્મ માર્ગની વિરાધના થાય છે, પિતાના બને લેકને નાશ થાય છે. અને મરણ તે અવશ્ય થશે જ. મરણ અને દુઃખ તે વ્રત સંયમને ભંગ કર્યા છતાં દૂર થનાર નથી. જે કાર્ય (દસ્તાવેજ વગેરે) રાજાની અને એની સાક્ષીએ કોઈ કરે અને પછી વાંકું બોલે, ફરી જાય તે તે તીવ્ર દંડને પાત્ર થાય છે; મહા અપરાધી ગણાય છે; બધા લેકમાં તે તિરસ્કાર, ધિક્કાર પામે છે. પર લેકમાં અનંતકાળ પર્યત અનંત જન્મ, મરણ, રેગ, શેક, વિયેગને પાત્ર થાય છે. ત્યાગની પ્રતિજ્ઞા કરીને ભંગ કરે તે મહા અપરાધ છે. જે ત્યાગ નથી કરતે તે તે અનાદિનો સંસારી છે જ; તે ત્યાગ, સંયમ, વ્રત પામ્ય જ નથી. જે ત્યાગ કરીને પછી વ્રત, સંયમ, સંન્યાસ (સંથારે) બગાડે છે તેને ધર્મવાસના અનંતાનંત કાળમાં દુર્લભ થઈ પડે છે.