________________
૩૭૦
સમાધિ-સાપાત
માટે પાણી લાવવા જેવું કે ચાખા કાઢવા થોથાં ખાંડવા જેવું નિરર્થક માત્ર પરિશ્રમ આપનારું કાર્ય છે; નવાં તીવ્ર કર્મ બાંધવાનું નિમિત્ત છે.
જેવી રીતે કોઈ પુરુષે અજ્ઞાનભાવથી પૂર્વ અવસ્થામાં કોઇની પાસેથી દેવું કરીને ધન આણી વાપર્યું હોય, તે માસ કરાર પ્રમાણે માગે ત્યારે ન્યાયમાર્ગો શાહુકાર તા ખુશીથી ઋણ ચુકાવી, માથેથી ભાર ઊતર્યાં જાણી સુખી થાય છે. તેવી રીતે ધર્મને ધારણ કરનાર પુરુષ તેા કર્મના ઉદયે આવેલાં રાગ, ગરીબાઈ, ઉપસર્ગ, પરિષદ્ધ ભાગવવાથી દેવું પતે છે, એમ જાણી સુખી થાય છે ને એમ વિચારે છે કે અત્યારે પૂર્વકર્મના ઉદય આવ્યો તે ઠીક થયું, સારા વખતમાં આવ્યો, અત્યારે મારી પાસે જ્ઞાનરૂપી ધન પુષ્કળ છે, ભગવાન પંચ પરમેષ્ઠીનું શરણુ છે, સાધી ભાઈઓની માટી સહાય છે; તેથી દેવાના ભાર ઉતારી નિરાકુળ સુખ પામીશ.
પોતાના કષાય આઢિ ભાવથી ખાંધેલાં કર્મ એવાં અળવાન છે કે, ઋદ્ધિના, વિદ્યાના, બાંધવાના, ધનસંપદાના, શરીરને, મિત્રાના, દેવદાનવાદિની મદદના, બળને અડધી ક્ષણમાં નાશ કરે છે. કર્મરૂપી દેવું ભગવ્યા વિના છૂટ નહીં. રાગ, શાક, જન્મ, મરણુ બીજા કેાઈને ઉદય ના આવ્યાં હોય અને તમારે જ ઉદય આવ્યાં હોય તેા દુઃખી થવું યાગ્ય છે. ભૂખ, તરસ, રાગ, વિયેાગ, જન્મ, જરા, મરણ કોને ઉદયના અવસરે ત્રાસ આપતાં નથી ? સમસ્ત સંસારી જીવેાને ઉદયમાં આવે છે. મરણ સર્વને માથે છે.