________________
૫૮
સમાધિ પાન, થવાથી સંસારરૂપી વનમાં ઘણા લાંબા કાળથી જીવ જન્મમરણ કરી રહ્યો છે. જિનેશ્વરના ઉપદેશરૂપ વહાણ પ્રાપ્ત નહીં થવાથી, બાપડા છ સંસાર સમુદ્રમાં નિરંતર ડૂબકાં. ખાતા દુખે ભેગવ્યા કરે છે. મહાન કષ્ટરૂપ અગ્નિથી બળતા. સંસારરૂપ વન વિષે ભમતાં, હું સમ્યકજ્ઞાનરૂપ સમુદ્રને કિનારે આવી પહોંચે છું; જે હવે સમ્યકજ્ઞાનના શિખરે ચઢીને ત્યાંથી પડી જાઉં, તે સંસારરૂપી અંધ કૂપમાં પડતાં મને કેણ બચાવે? અનાદિ કાળની ભ્રાંતિથી ઊપજેલાં. મિથ્યાત્વ, અવિરતિ, કષાય આદિ કર્મબંધનાં કારણો ટાળવા મુશ્કેલ છે. હું તે શુદ્ધ છું. દર્શનજ્ઞાનમય નિર્મળ નેત્રને ધારક સિદ્ધ સ્વરૂપ છું. તોપણ તે કર્મોથી હારી ગયેલે. હું લાંબા કાળથી સંસારરૂપ કાદવમાં પડી ખેદખિન્ન થયે છું.. એક તરફ તે ભિન્ન ભિન્ન પ્રકારનાં કર્મોની સેના છે અને બીજી તરફ હું એકલે છું. આવા શત્રુઓથી સંપ્રાપ્ત સંકટમાં મારે સાવધાન, પ્રમાદરહિત રહેવા ગ્ય છે. જે હમણ પ્રમાદી થઈ રહીશ, તે કર્મ મારા જ્ઞાન-દર્શન સ્વરૂપની ઘાત કરી, એકેન્દ્રિય આદિ રૂપ પર્યાયમાં મને જડઅચેતન જે કરી દેશે. પ્રબળ ધ્યાનરૂપ અગ્નિ વડે, મારા આત્મામાંથી કર્મનાં મૂળ બાળી નાખીને પાષાણમાંથી શુદ્ધ સુવર્ણની પ્રાપ્તિની પેઠે આત્માને શુદ્ધ ક્યારે કરીશ? મારે પ્રાપ્ત કરવા યોગ્ય સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્યક્યારિત્રરૂપ. મારે સ્વભાવ જ છે. અન્ય પરભાવ પર જ છે, મારાથી ભિન્ન જ છે. મારું શું સ્વરૂપ છે? મને શા કારણથી કર્મોને આસવ થાય છે? કેવી રીતે કર્મો બંધાય છે? કેવી રીતે કર્મો નિર્જરશે-છૂટશે? મેક્ષ શું છે? મોક્ષનું