________________
વિપાકવિચય
૫૯ સ્વરૂપ શું છે? મોક્ષનું બાધારહિત નિરાકુળતાવાળું, સ્વભાવથી ઉત્પન્ન થયેલું સુખ મને શું ઉપાય કરવાથી મળે? મારા સ્વરૂપનું જ્ઞાન થતાં ત્રણે લોકનું જ્ઞાન થાય છે. સર્વજ્ઞતા, સર્વદર્શીપણું એ મારો સ્વભાવ જ છે. તે કર્મમલ ગયે પ્રગટ થાય છે. જ્યાં સુધી બાહ્ય વસ્તુઓ સાથે મારે સંબંધ છે, ત્યાં સુધી સ્વને પણ મારા સ્વભાવમાં મારી સ્થિતિ થવી દુર્ઘટ, મુશ્કેલ છે. તેથી ભેદવિજ્ઞાન વડે બાહ્ય પદાર્થોથી ભિન્ન થવારૂપ ઉપાય કરું. આ પ્રમાણે અપાયરિચય ધર્મધ્યાનનું ચિતવન કરવું.
વિપાકવિચય :
જ્ઞાનાવરણાદિ કર્મના ઉદયને પિતાનાથી ભિન્ન ચિંતવ તેને વિપાકવિચય કહે છે.
અનાદિકાળથી નરક આદિ ગતિમાં ઊપજી, નારકી, તિર્યંચ, મનુષ્યાદિ પર્યાય ધારણ કરે, ઇઢિયે પામવી, શરીરાદિ ધારણ કરવાં, રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ પામવા, સંહનન, બળ, પરાક્રમ, રાજ્ય, સંપદા, વૈભવ, પરિવાર આદિ પ્રાપ્ત કરવાં, તે બધાં કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે, પણ મારા સ્વરૂપથી ભિન્ન છે. મારું સ્વરૂપ જ્ઞાતા-દ્રષ્ટા છે, અવિનાશી, અખંડ છે; કર્મના ઉદયે થતી પરિણતિથી ભિન્ન છે. જેટલા સંગ છે તે બધા કર્મથી ઉત્પન્ન થયેલા છે. કર્મના ઉદયે થતી પરિણતિથી પિતાને જુદો જાણે કર્મને ઉદયે થતા રાગ, દ્વેષ, જીવન, મરણ આદિથી પણ પિતાને ભિન્ન અવેલેકન કરે તે વિપાકવિચય છે.