________________
પ૦
અપાયરિચય જ છે એવું ચિંતવન કરવું તે અપાયવિચય છે.
મિથ્યાદર્શન વડે જેનાં જ્ઞાનરૂપ નેત્ર ઢંકાઈ રહ્યાં છે, તેને આચાર, વિનય આદિ સર્વ કાર્ય સંસાર વધારનાર છે. મિથ્યાદ્રષ્ટિને આંધળાની પિઠે વિપરીત જ્ઞાનની અધિકતા છે. જેવી રીતે બળવાન છતાં કોઈ જન્મઅંધ સારા માર્ગથી દૂર ફરતો હોય, સત્યમાર્ગે દોરી જનાર મળે ન હોય તે ખાડા-ટેકરા, કાંટા-કાંકરા, જાળાં-ઝાંખરાવાળી ખરાબ જમીનમાં ચાલવાની ક્રિયા કરે છે, તે પણ ઉપદેશદાતા વિના સારે રસ્તે ચઢવાને સમર્થ થતો નથી, તેવી રીતે સર્વજ્ઞના કહેલા માર્ગથી વિમુખ જીવને મોક્ષની ઈચ્છા છે, તે પણ સન્માર્ગના જ્ઞાન વિના સંસારમાં ઘણા કાળ પરિભ્રમણ કરે છે. સન્માર્ગના અભાવે બધાં દુઃખ સહન કરવો પડે છે, એવું ચિંતવન કરવું તે અપાયરિચય ધર્મધ્યાન છે.
કુમાર્ગના પ્રવર્તનને અભાવ-નાશ ચિતવ કે અહો ! આ વિપરીત જ્ઞાનશ્રદ્ધા ધારણ કરનાર મિથ્યાદ્રષ્ટિ– કુવાદીઓએ ઉપદેશેલા કુમાર્ગથી આ જી કેવી રીતે ઊગરે ? આ છે કુદેવ, કુગુરુ, કુધર્મની સેવાથી કેવી રીતે છૂટે ?
પાપનાં કારણોમાં કાયાનું પ્રવર્તન, વચનનું પ્રવર્તન અને મનની ભાવના થાય છે, તેના અભાવનું કે અટકાવવાનું ચિંતવન કરવું.
ઉપાયસહિત કર્મોના નાશનું ચિંતવન કરવું. શ્રી સર્વજ્ઞ ભગવાને કહેલે જે રત્નત્રયરૂપ મેક્ષમાર્ગ તે પ્રાપ્ત નહીં