________________
૫૬
સમાધિ-પાન કર્યું છે. સાત તત્વ, નવ પદાર્થો ને પંચ અસ્તિકાયનું સ્વરૂપ પ્રકાશનાર છે. દ્રવ્ય, ગુણ, પર્યાયનું સ્વરૂપ દેખાડનાર છે. ગુણસ્થાન, માર્ગણાસ્થાન, યુનિ, કુલડિ વડે જીવનું સ્વરૂપ વર્ણન કરનાર છે. આસવ, બંધ, ઉદય, ઉદીરણા, સત્તાનું પ્રરૂપણ કરનાર છે. સમસ્ત લેક અને અલેકને પ્રકાશનાર છે. અનેક શબ્દોની રચનારૂપ અંગ, પ્રકીર્ણક આદિ રત્ન સહિત રત્નાકર (સાગર) સમાન ગંભીર છે. એકાંત–વિદ્યાના મદથી ઉન્મત્ત મિથ્યાવૃષ્ટિએના મદને નાશ કરનાર છે. મિથ્યાત્વરૂપ અંધકારને દૂર કરનાર સૂર્ય છે. રાગરૂપી સાપનું ઝેર ઉતારનાર ગારુડીવિદ્યા છે. સમસ્ત અંતરંગ મેલ દેવા માટે પવિત્ર તીર્થ છે. સમસ્ત વસ્તુની પરીક્ષા કરવાને સમર્થ છે. ગીરનું ત્રીજું નેત્ર છે. સંસારના સંતાપરૂપ તાવને નાશ કરનાર છે. ઇદ્ર, અનિંદ્ર ગણધર અને મુનીંદ્રોએ સેવેલું છે. જ્ઞાનીને પરમ અક્ષય ખજાને છે. સર્વ આશા, વાંછા અને ભયને નાશ કરનાર છે. આત્મિક સુખરૂપ અમૃતને પ્રગટ કરવામાં ચંદ્રના ઉદય સમાન છે. જીવનું અક્ષય, અવિનાશી, નિજ ધન છે. મેક્ષ પ્રત્યે જનારને આમંત્રણ કરનાર દુંદુભિ છે. વિનય, ન્યાય, મનન, શીલ, સંયમ, સંતોષ આદિ ગુણેને ઉત્પન્ન કરનાર છે. આવા પરમાગમનું ચિંતવન, ધ્યાન, અનુભવ કરે તે આજ્ઞાવિચય ધર્મધ્યાન છે.
અપાયરિચય :
મિથ્યાત્વના સંગથી સન્માર્ગને અપાય એટલે નાશ થાય; સન્માર્ગ અથવા મેક્ષમાર્ગને અભાવ કરનાર મિથ્યાત્વ