________________
આજ્ઞાવિચય
૫૫ જે પ્રકારે જિનસિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે તેવા પ્રકારે વસ્તુના સ્વરૂપનું સર્વજ્ઞની આજ્ઞાથી ચિંતવન કરવું.
સર્વ વસ્તુ (પદાર્થ) અનંત ગુણ અને અનંત પર્યાય સ્વરૂપ છે. તે ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય યુક્ત છે, ત્રિકાલવત છે, તેથી નિત્ય છે. એવા પદાર્થને કહેનાર આગમનું કોઈ વચન પિતાની સ્કૂલ બુદ્ધિથી ગ્રહણ થઈ શકતું ન હોય અને કોઈ હેતુ વડે જેમાં વિરોધ જણાતું ન હોય ત્યાં સર્વજ્ઞની આજ્ઞા આવી છે, સર્વજ્ઞ વીતરાગ જિન જૂઠું કહે નહીં, આવા પ્રમાણરૂપ ચિંતવન કરવું. જિતેંદ્રના પરમ આગમનું ભણવું, શ્રવણ કરવું, ચિંતવન કરવું, અનુભવ કર. જે શાસ્ત્ર સર્વજ્ઞ વીતરાગનાં કહેલાં હોય, જેના શ્રવણથી રાગી, દ્વેષી, શસ્ત્રધારી દેવેની ઉપાસનાથી વિમુખ થવાય, પરિગ્રહધારી, વિષય-કષાયવાળા અનેક ભેખધારીમાં ગુરુબુદ્ધિ, પૂજ્યપણાની બુદ્ધિ ન ઊપજે, હિંસારૂપ પ્રવૃત્તિમાં ધર્મ કદી ન દેખાય, જેના શ્રવણથી, વાંચનથી, ચિતવનથી, વિષય, કષાય, દેહ, પરિગ્રહ આદિકથી વિમુખતા ઊપજે અને દયાધર્મની વૃદ્ધિ થાય તેવાં શાસ્ત્રના શબ્દ, અર્થનું ચિંતવન કરવું. તે આજ્ઞાવિચય ધર્મધ્યાન છે.
આગમ કેવું હોય? શ્રી સર્વજ્ઞ વીતરાગનું ઉપદેશેલું છે. રત્નત્રય સ્વરૂપને પિષનાર છે. અનાદિ અનંત સમસ્ત જીવને પરમ શરણરૂપ છે. અનંત ધર્મસ્વરૂપ પદાર્થોને પ્રકાશ કરનાર છે. પ્રમાણ, નય, નિક્ષેપ વડે પદાર્થોને સ્પષ્ટ પ્રગટ કરે છે. સ્યાદ્વાદરૂપ જેને પ્રાણ છે. જેનું શરણ નહીં મળવાથી જીવે અનાદિ કાળથી ચારે ગતિમાં પરિભ્રમણ