________________
૫૪
સમાધિ-પાન ૧ આજ્ઞાવિચય, ૨ અપાયવિચય, ૩ વિપાકવિચય, ૪ સંસ્થાનવિચય.
આજ્ઞાવિચય :
ભગવાન સર્વજ્ઞ વીતરાગે પ્રરૂપેલ આગમવાણ અનુસાર તથા પ્રકારે પદાર્થોનો નિશ્ચય કરે તે આજ્ઞાવિચય ધર્મધ્યાન છે. જ્યાં ઉપદેશદાતા પરમપુરુષનો અભાવ હોય, કર્મના ઉદયે પોતાની બુદ્ધિ મંદ હોય, નિશ્ચય કરવા યંગ્ય પદાર્થોનું સ્વરૂપ સૂકમ હોય તથા હેતુ કે દ્રષ્ટાંતનો અભાવ હોય ત્યાં સર્વ કહેલા આગમને પ્રમાણ કરીને એવું ચિંતવન કરવું કે આ જ તત્વ છે, આવું જ આ તત્વ છે, બીજું નથી, બીજી જાતનું નથી, સર્વજ્ઞ વીતરાગ ભગવાન છેટું કહે તેવા નથી. ગહન પદાર્થોની શ્રદ્ધા કરવામાં આ પ્રકારે આગમ અનુસાર અર્થનો નિશ્ચય કરે. સમ્યક્દર્શનના પ્રભાવે પરિણામની વિશુદ્ધિ પામેલા અને સ્વ–પર મત અનુસાર પદાર્થોને નિર્ણયને જાણનારા એવા સમ્યકજ્ઞાની સર્વજ્ઞ પુરુષોએ બેધેલા સૂક્ષ્મ પદાર્થો સમજીને પંચાસ્તિકાય આદિ પદાર્થોનો નિશ્ચય કરે; અન્ય ભવ્ય જીને શીખવવું કહેવામાં કે વ્યાખ્યાનમાં શ્રુતજ્ઞાનના બળે સર્વજ્ઞના સિદ્ધાંતમાં વિરોધ ન આવે તે પ્રકારે અન્ય એકાતીઓનાં કહેલાં મિથ્યા પ્રમાણ, હેતુ, નયનું ખંડન કરવું; અનેકાંતનું ગ્રહણ કરવાને સમર્થ એવા શ્રેતાઓને પદાર્થનું સ્વરૂપ સમજાય એ પ્રકારે કૃતનું વ્યાખ્યાન પ્રતિપાદન કરવું, અને તે વ્યાખ્યાનની પુષ્ટિમાં તર્ક, નય, પ્રમાણની યુક્તિનું ચિંતવન કરવામાં લીન થવું. તે સર્વ સર્વજ્ઞની આજ્ઞાના પ્રકાશન માટે છે.