________________
૫૩
ધર્મ ધ્યાન
પરમાત્મા સકલ અને વિકલ એમ બે સ્વરૂપે છે. ઘાતિયાં કર્માંના ક્ષયથી પ્રગટ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંતસુખરૂપ, સ્વાધીન, અઢાર દોષથી રહિત, ઇન્દ્ર, ધરણેન્દ્ર અને નરેન્દ્રને પણ પૂજવા યોગ્ય, અનેક અતિશય સહિત, સર્વ જીવાને ઉપકારક દિવ્યધ્વનિ સહિત, દેવાધિદેવ, પરમ ઔદારિક દેહમાં રહેલા અરિહંત દેવ છે તે સકલ પરમાત્મા છે. સકલ એટલે દેહસહિત. આયુષ્યના લગભગ અંત સુધી પરમ ઉપદેશ દેનાર એવા અદ્ભુત સકલ પરમાત્મા છે.
આઠે કર્મ ક્ષય થવાથી સિદ્ધ પરમેષ્ઠી થયા. કલ એટલે શરીરના આત્યંતિક વિયેાગ થવાથી અ-શરીરી સિદ્ધ ભગવાન વિકલ પરમાત્મા છે. તે પરમાત્મપદ આ મનુષ્યભવમાં રત્નત્રયના આરાધનવડે કેાઈકને પ્રાપ્ત થાય છે.
બહિરાત્માને મિથ્યાત્વગુણસ્થાન જ હેાય છે. અંતરાત્મા ચોથા ગુણસ્થાનથી ખારમા ગુણસ્થાન સુધી હેાય છે. સકલદેહસહિત પરમાત્મા તેરમા ને ચૌદમા ગુણસ્થાને જાણવા. વિકલ–દેહરહિત પરમાત્મા સિદ્ધ ભગવાન તે ગુણસ્થાન રહિત છે, કારણ કે ગુણસ્થાન તો મેહ અને યાગની અપેક્ષાએ છે. ભગવાન સિદ્ધને માહુકર્મ નથી અને મન, વચન, કાયાના યેગ પણ નથી. તેથી ગુણસ્થાનથી રહિત છે.
ધર્મધ્યાન સમ્યક્દ્ગષ્ટિ વિના મિથ્યાવૃષ્ટિને હાતું નથી એવેા નિયમ છે. ચેાથા ગુણસ્થાનથી સાતમા ગુણસ્થાન પર્યંત ધર્મધ્યાન હોય છે. તે ધર્મધ્યાનના પરમાગમમાં ચાર ભેદ કહ્યા છે ઃ