________________
પર
સમાધિ-સંપાન હોય છતાં સંસારથી છૂટતો નથી; પિતાના આત્મામાં જેને આત્માને નિશ્ચય થયું છે તે ઊંઘતો હોય કે અસાવધાન (એટલે) અથવા ગાંડે હોય તે પણ સંસારથી છૂટે છે. જેવી રીતે બત્તી (વાટ) દીવાને અડવાથી પિતે દી થાય છે, તેમ જ્ઞાની સિદ્ધસ્વરૂપની આરાધના વડે સિદ્ધપણું પામે છે. જેવી રીતે વૃક્ષમાં પિતાનાં જ ડાળ પરસ્પર ઘસાવાથી અગ્નિ પ્રગટ થાય છે, તેવી રીતે આત્મા પણ પરમાત્મભાવમાં જોડાઈને પિતે સિદ્ધ થઈ જાય છે.
જેવી રીતે સ્વમમાં કોઈએ પિતાનું મરણ જોયું તેથી પિતે કંઈ મરી ગયે નથી, તેવી જ રીતે જાગતાં પણ પિતાનું મરણ ભ્રાંતિથી જીવ માને છે. આત્માને તો નાશ થતો જ નથી. જે પર્યાય કે દેહ ઉત્પન્ન થયો છે, તે નાશ પામ્યા વિના રહેવાને નથી.
આત્મસ્વરૂપના અનુભવ વિના શરીરને આત્મારૂપ અનુભવનાર અનેક શાસ્ત્રો ભણે તોપણ સંસારથી છૂટતો નથી. પણ પિતાના સ્વરૂપમાં પિતાને અનુભવ કરનાર શાસ્ત્રના અભ્યાસ વિના પણ મુક્ત થાય છે.
હે જ્ઞાનીજન! સુખ અવસ્થામાં ભાવેલું ભેદજ્ઞાન દુઃખ આવતાં છૂટી જશે. તેથી દુઃખ અવસ્થામાં, રેગ પરિષહ આદિ અવસ્થામાં જ આત્મજ્ઞાનને દૃઢ અભ્યાસ કરે. એ પ્રકારે ચિંતવનના પ્રભાવથી દેહાદિકમાં આત્મબુદ્ધિરૂપ જે બહિરાત્મબુદ્ધિ તેને છોડીને, અને આત્મસ્વરૂપમાં આત્મબુદ્ધિરૂપ અંતરાત્મા થઈને પરમાત્મા થવાને પુરુષાર્થ કરે.”