________________
ધર્મધ્યાન
પ૧ ગુરુ પિતે જ છે અને પિતાને શત્રુ પણ પિતે જ છે. બીજા તે બાહ્ય નિમિત્ત માત્ર છે.
જે અંતરાત્મા છે તે આત્માથી કાયાને ભિન્ન જાણી અને કાયાથી આત્માને ભિન્ન જાણીને આ કાયાને મેલું, બદલવાનું વસ્ત્ર હોય તેમ નિઃશંકપણે તજે છે.
શરીરથી આત્મા ભિન્ન છે એમ જાણે છે, શ્રવણ કરે છે, પિતે મોઢે કહે છે તે પણ જ્યાં સુધી ભેદવિજ્ઞાનના અભ્યાસમાં તલ્લીનતા નથી થઈ ત્યાં સુધી શરીર ઉપરની મમતા છૂટતી નથી.
પિતાના આત્માને શરીરથી ભજ પ્રકારે ભાવે કે જેથી ફરી દેહને આત્મારૂપ સ્વપ્રમાં પણ ન મનાય. સ્વમમાં પણ દેહથી ભિન્ન જ આત્માને અનુભવ થાય.
અમુક માણસને વ્રત છે કે અવ્રત છે, એ રૂપ જે વ્યવહાર છે તે શુભ કે અશુભ બંધનું કારણ છે. મેક્ષ છે તે તે બંધના અભાવરૂપ છે. વ્રત આદિક ક્રિયા છે તે પણ પૂર્વ અવસ્થામાં હોય છે. પ્રથમ અસંયમભાવને તજીને સંયમમાં લીન થવું. જ્યારે શુદ્ધ આત્મભાવ પરમ વીતરાગ સ્વરૂપમાં સ્થિત થઈ જાય ત્યારે સંયમભાવ ક્યાં રહે?
આ જાતિ અને મુનિ કે શ્રાવકનાં લિંગ એટલે વેશ તે પણ શરીરને આધારે રહેલાં છે. શરીરરૂપ જ સંસાર છે. તેથી જ્ઞાની છે તે જાતિમાં અને લિંગ એટલે વેશમાં પણ અહેબુદ્ધિ કે આગ્રહ રાખતા નથી પણ તજે છે.
જેને દેહમાં આત્મબુદ્ધિ છે તે પુરુષ રાતદિવસ જાગતો