________________
૩૬
અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મેક્ષ હાય છે. કારણ મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે.
મોક્ષે ગયા છે એવા (અદ્વૈતાદિક) પુરુષનું ચિંતન ઘણા કાળે ભાવાનુસાર મેાક્ષાદિક ફળદાતા હોય છે. સમ્યક્ત્વ પામ્યા છે એવા પુરુષના નિશ્ચય થયે અને જોગ્યતાના કારણે જીવ સમ્યક્ત્વ પામે છે.
(૨૫૪)
૨૫
મુંબઈ, અષાડ સુદ ૮, ભામ, ૧૯૪૭
નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે; અને તેથી નિ:સંગતા પ્રાપ્ત હોય છે.
પ્રકૃતિના વિસ્તારથી જીવનાં કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે; અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે; પણ સર્વથી માટે દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા' ઉત્પન્ન ન જ હાય, અથવા ‘મુમુક્ષુતા’ જ ઉત્પન્ન ન હાય.
ઘણું કરીને મનુષ્યાત્મા કોઇ ને કોઇ ધર્મમતમાં હાય છે, અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે; પણ એનું નામ ‘મુમુક્ષુતા’ નથી.
‘મુમુક્ષુતા' તે છે કે સર્વ પ્રકારની મહાસક્તિથી મુઝાઈ એક માક્ષને વિષે જ યત્ન કરવા અને તીવ્ર મુમુક્ષુતા' એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું.