________________
૧૪૮
દનવિશુદ્ધિ-પદ્ય ચામડાંના રૂપમાં કદી, આત્મબુદ્ધિ ના કરે, અવિનાશી જ્ઞાન–રૂપમાં, આત્મભાવ સદા ધરે. ૬૬ શ્રત–શાસ્ત્રનું અભિમાન છોડે, હોય ગર્વ ન જ્ઞાનમાં, આત્મજ્ઞાન રહિત જનનાં, શાસ્ત્ર જ્ઞાન ન કામના;
અગિયાર અંગ અભવ્ય ભણી, સંસારમાં ભમતા રહે, વિપરીત ધર્મ સુપષી અંધ રહે, ન સમકિત તે લહે. ૬૭
ઇંદ્રિયજનિત આ જ્ઞાન ક્ષણમાં, નાશ પામે ગર્વ શો ? વાત, પિત્ત, કફાદિથી ફરાઁ જાય, ઘડીમાં સર્વ જે; ઈદ્રિય પામે નાશ તે એ જ્ઞાન પણ સાથે જતું, એ જ્ઞાન તે મૃગજળ સમું, જવ, ગર્વ શ્રુતને છોડ તું ૬૮ જ્ઞાન મિથ્યા જાય વધતું, તેમ બેટા ગ્રંથની, ટીકા રચી, કાવ્યો કરી, કર પુષ્ટિ કલ્પિત પંથની; દુરાચારે દોરી જનને, ડુબાડે ભવ-કૂપમાં, અજ્ઞાન વિપરીત વર્તતું, પલટાવી વર્ત સ્વરૂપમાં. ૬૯ સમકિત વણ મિથ્યાત્વનું, તપ સર્વ નિષ્ફળ જાણજે, તપમદ વડે બુદ્ધિ હણાયે, કુગતિ ભણું તપ તાણશે; તપ-ગર્વ જાણી, મહા હાનિ, ભવ્ય જીવ તે ત્યાગશે, શરીર કૃશ કરતાં તપસ્વી, કષાય હણવા લાગશે. ૭૦જેથી જિતાયા કર્મ શત્રુ, કામ, ક્રોધાદિ મહા, ધન્ય તે બળ જાણવું, બળવાનને શાની સ્પૃહા ? દેહ–બળ યૌવન હકમ-બળ પામી નિર્બળને દળે, પરધન હરે, આજીવિકાદિ, જમીન ગૂંટાવી રળે. ૭૧