________________
૧૫૦
સમાધિ પાન કુશીલ સેવે, દુરાચારે, પશુ પેઠે આચરી, તે બળ અપાવે ઘેર દુઃખ, નરકે ઘણા ફેરા ફરી; તિર્યંચગતિમાં માર, વધ, સુધા, તૃષા, કુવચનનાં, દુઃખ ભેગવાવે ભવ અનંત, કરાવીને અજ્ઞાનમાં. ૭૨ એકેન્દ્રોંમાં બળરહિત થઈ, પરવશપણે દુઃખ ભેગવે, તેથી તછ બળમદ સદા, નિજ આત્મહિત કરજે હવે; બળ હોય તે પણ ક્ષમા ધરજે, શેભશે બળ જેહથી, “ક્ષમા ભૂષણ વીરનું ઉત્તમ થશે તપ તેહથી. ૭૩ હાથ–ચાલાકી અનેક પ્રકારના ઉદ્યોગમાં, ને વચન–ચાલાકી અનેક પ્રકારના સંજોગમાં મન વિકલ્પ-કળા-કુશળ, યંત્રાદિની ઉત્પત્તિમાં, તેને ગણે વિજ્ઞાન, એને મદ ધરે આપત્તિમાં. ૭૪
બેટી કળા ચતુરાઈના, મદમાં જને જગમાં વદે :કે સાચને જૂઠું કરી દઉં, સ્થાપી જૂઠ સાચા પદે, અલંકીને કરું હું કલકી, શલવંતને દૂષણ દઉં, નિર્દોષને દંડાવું હું ને, ધનિકનું ધન હરી લઉં. ૭૫ ધર્મ છેડાવી દઈ, વિપરીત કરાવું માન્યતા, યંત્રે બનાવું પ્રાણુઓને, પકડવા કરી ક્રૂરતા; બંદૂક, તેની કળા કરી જીવ–ઘાત ઘણું કરું, સબમરીન જળમાં ગુમ હાંકી, વહાણ કાણું બહુ કરું. ૭૬ યુદ્ધ વિમાને રચું, મટર-સ્ટીમરથી લૂંટી લઉં, તેડી તિજોરી રાજ્યની, રત્નાદિ પણ છૂપવી દઉં,